ભાવનગરમાં વિકાસના પોકળ દાવા, ભ્રષ્ટાચાર પાણીની ટાંકી તોડીને આવ્યો સામે
- પાણી પુરવઠા વિભાગની યોજનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો
- પાણીની ટાંકી માત્ર બનાવવા માટે ઉભી કરવામાં આવી
- એજન્સી સામે કડક કાર્યવાહી કરવાનું નિવેદન પાઠવ્યું
Bhavnagar New : રાજ્યના વધુ એક શહેરમાંથી સરકારી બાબુઓની લાલીયાવાડી સામે આવી છે. આ પ્રકારના સરકારી અધિકારીઓ વિકસિત ગુજરાતના અમૂલ્ય મિશનમાં અવરોધ પેદા કરી રહ્યા છે. કારણે કે.... આ સરકારી અધિકારીઓ સરકાર અને વિકાસના નામે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તાજેતરમાં આવો કિસ્સો ભાવનગર શહેરમાંથી સામે આવ્યો છે.
પાણી પુરવઠા વિભાગની યોજનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો
મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના તોતણીયાળા ગામે વિકાસકામમાં ભ્રષ્ટચાર થયો હોવાના પુરાવાઓ સામે આવ્યા છે. તે ઉપરાંત આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પાણી પુરવઠા વિભાગની યોજનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સરકારી અધિકારીઓ વિકાસના નામે પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે.
આ પણ વાંચો: VADODARA : દબાણ દુર કરવા પહોંચેલી પાલિકાની ટીમને માત્ર ખુરશી-ટેબલ હાથ લાગ્યા
પાણીની ટાંકી માત્ર બનાવવા માટે ઉભી કરવામાં આવી
ભાવનગરના વલભીપુર તાલુકાની પેટા કચેરી વિભાગ હસ્તક આ પાણીની ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2023 માં શહેરના સત્તાધીશો અને રાજકીય અગ્રીઓનની ઉપસ્થિતિમાં વિવિધ પાણી પુરવઠાના વિકાસલક્ષી કામોનું કરોડો રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત થયું હતું. તો આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ પાણીની ટાંકી માત્ર બનાવવા માટે ઉભી કરવામાં આવી છે.
એજન્સી સામે કડક કાર્યવાહી કરવાનું નિવેદન પાઠવ્યું
જ્યારે આ પાણીના ટાંકામાં પાણી ભરવામાં આવ્યું હતું. ત્યારે પ્રથમવારમાં ટાંકામાંથી પાણી બહાર નીકળાવા લાગ્યું હતું. આ બાબતે 106 વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ એજન્સી સામે કડક કાર્યવાહી કરવાનું નિવેદન પાઠવ્યું છે. પરંતુ આ આરોપી વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને શું દંડ ફટકારવામાં આવશે, તે જોવાનું રહ્યું છે.
આ પણ વાંચો: Rajkot : જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ