Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : આ વ્યાજખોરના ત્રાસના અનેક દેવાદારો ભોગ બન્યા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચ ( BHARUCH  )જિલ્લામાં વ્યાજખોરના ત્રાસથી એક પત્નીએ પોતાનો પતિ અને બે સંતાનોએ પોતાનો પિતા ગુમાવ્યો છે જે મામલે આખરે વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. તેણે સંખ્યાબંધ લોકો સાથે વધુ વ્યાજે રૂપિયા આપી માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપો તેમજ ચેકોનો...
bharuch   આ વ્યાજખોરના ત્રાસના અનેક દેવાદારો ભોગ બન્યા  પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચ ( BHARUCH  )જિલ્લામાં વ્યાજખોરના ત્રાસથી એક પત્નીએ પોતાનો પતિ અને બે સંતાનોએ પોતાનો પિતા ગુમાવ્યો છે જે મામલે આખરે વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. તેણે સંખ્યાબંધ લોકો સાથે વધુ વ્યાજે રૂપિયા આપી માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપો તેમજ ચેકોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાના મામલાની અરજીઓની તપાસનો ધમધમાટ પણ ભરૂચ ( BHARUCH  ) બી ડિવિઝન પોલીસે કર્યો છે.

Advertisement

પિતા બાદ પુત્રએ પણ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

સૌપ્રથમ પોતાનો પતિ ગુમાવનાર વિધવા મહિલાએ પોતાના પતિને વ્યાજખોર દિનેશ સોલંકીએ પતિને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપી હોવાના આક્ષેપ સાથે પતિના મોત બાદ પુત્રને પણ વ્યાજખોર હેરાન કરતો હોય તેની સાથે મારામારી કરતો હોય અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદમાં પુત્રએ પણ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાના મામલે આખરે બી ડિવિઝન પોલીસે ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ કરી આરોપી વ્યાજખોર દિનેશ વીરજી સોલંકીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે.

વ્યાજખોર આપતો હતો માનસિક ત્રાસ

ભરૂચની ( BHARUCH  ) ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મહેન્દ્રભાઈ પરમારએ પણ વ્યાજખોર દિનેશ સોલંકી સામે ફરિયાદ આપી હતી અને તેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે માત્ર 5000 રૂપિયા વ્યાજે દિનેશ સોલંકી પાસેથી લીધા હતા અને તેમના ચેકનો ગેરકાયદેસર ઉપયોગ કરી દિનેશ સોલંકીએ ચેકની અંદર 2 લાખની રકમ ભરી ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટી સહીઓ કરી રીક્ષા ચાલકને માનસિક રીતે ત્રાસ આપ્યો હોય જેના કારણે તેઓએ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ જે તે સમયે આપી હતી જે અંગેની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

Advertisement

ભરૂચના ( BHARUCH  ) વસંત મિલ ચાલ વિસ્તારમાં રહેતા રૂપાબેન બાબરીયાએ પણ દિનેશ વીરજી સોલંકી સામે ફરિયાદ આપી હતી. જેમાં તેણીની આક્ષેપ કર્યો હતો કે, અમોએ 10% વ્યાજ રૂપિયા લીધા હતા અને 50000 સામે વધુ રૂપિયા આપ્યા હોવા છતાં અમો સાથે ઝઘડો કરી દારૂના નશામાં આવી મારામારી કરી અમારું એટીએમ છીનવી લીધું હતું અને અમારા એટીએમથી દર માસિક જાતે જ રૂપિયા ઉપાડી લેતા હોય તેવા આક્ષેપવાળી ફરિયાદ જે તે સમયે ફરિયાદી રૂપાબેન બાબરીયાએ આપી હતી જેની તપાસ પણ હાલ પોલીસ કરી લેવાની માહિતી સાપડી રહી છે.

Advertisement

વ્યાજખોરે દારૂના નશામાં આવી તોડફોડ કરી ધમાલ કરી

ભરૂચના બુદ્ધદેવ માર્કેટ સેવાશ્રમ રોડ ઉપર આવેલ એક શોપિંગ સેન્ટરમાં રહેતા યામિનીબેન પરમારએ પણ દિનેશ સોલંકી સામે જે તે સમયે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેમાં તેની આક્ષેપ કર્યો હતો કે દિનેશ વીરજી સોલંકી પાસેથી 10% વ્યાજે રૂપિયા 15000 લીધા હતા જેની સામે અમોએ વધુ રકમ ચૂકવી હોય અને છતાં પણ અમારા ઘરે દારૂના નશામાં આવી તોડફોડ કરી ધમાલ કરી અમને માનસિક ત્રાસ આપતા હોય જે અંગેની ફરિયાદ પણ અમોએ પોલીસ મથકે આપી હતી.

ભીડભંજન ખાડીમાં રહેતા ગણેશ મકવાણાએ પણ 10% વ્યાજે રૂપિયા લીધા હતા અને તમામ રકમ ચૂકવી આપી હોવા છતાં તેના ચેકોનો ગેરકાયદેસર ઉપયોગ કરી 8 લાખ રૂપિયા બાકી પડતા હોવાના આક્ષેપ કરી દિનેશ વિરજી સોલંકી તેમના કોરા ચેક નો ઉપયોગ કરી રકમો ભરી ચેકને રિટર્ન કરી ચેક રીટર્નનો કેસ કરી હેરાનગતિ કરવા સાથે તેમની સાથે પણ ઝઘડો કર્યો હોય તેવા આક્ષેપો વાળી ફરિયાદ સામે આવી છે.

દિનેશ વીરજી સોલંકી એ ભીડભંજનની ખાડીમાં પણ ઘણા લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી સરકારી જમીન ઉપર રહેલા મકાનો લખાવી લીધા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલે હાલ વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરતા તેને સમયસર સારવાર મળતા બચાવ થયો છે ત્યારે અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ દિનેશ સોલંકી નો ભોગ ન બને તે માટે પોલીસ સંપૂર્ણ પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ કરી જે ઝૂંપડાઓ લખાવી લીધા હોય તે મામલે પણ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે.

વ્યાજખોર સામે સંખ્યાબંધ ફરિયાદો છે તમામ ફરિયાદીઓને બોલાવી નિવેદનો લેવામાં આવી રહ્યા છે :- DYSP સી.કે પટેલ

દિનેશ સોલંકી વ્યાજખોર સામે અનેક લોકોએ ફરિયાદ છેલ્લા ઘણા સમયથી આપી છે અને તે દિશામાં હાલ તપાસ અધિકારી પીઆઈ ફૂલતરીયા કરી રહ્યા છે જે પણ ફરિયાદીઓની ફરિયાદ છે તેના અનુસંધાનમાં નિવેદન લઇ કેટલા લોકો ને હેરાન કર્યા છે તે દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે અને વ્યાજખોર સામે સંખ્યાબંધ ફરિયાદ હોવાની માહિતી સામે આવી રહી છે.

અહેવાલ : દિનેશ મકવાણા 

આ પણ વાંચો : Parshottam Rupala : રૂપાલા વિવાદમાં આજના સૌથી મોટા સમાચાર, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.