ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch-Vadodara એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપાયુ 0.180 ગ્રામ MD ડ્રગ્સ, 3 ઈસમોની ધરપકડ

Bharuch: દિલ્હી - મુંબઈ એક્સપ્રે વે ઉપરથી વડોદરાથી ભરૂચ (Bharuch) તરફ આવતી આવતી ઈનોવા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
11:24 PM Nov 08, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch Police
  1. ભરૂચ શહેર બી-ડિવીઝન પોલીસની ટીમને મળી સફળતા
  2. વડોદરાથી ભરૂચ તરફ આવી હતી ટેક્ષી પાસિંગ ઈનોવા કાર
  3. ચોક્કસ બાતમીને આધારે પોલીસે નાકાબંધી કરી હતી

Bharuch: ભરૂચ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એમડી ડ્ર્ગ્સ ઝડપાયું છે.દિલ્હી - મુંબઈ એક્સપ્રે વે ઉપરથી વડોદરાથી ભરૂચ (Bharuch) તરફ આવતી આવતી ઈનોવા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બાતમીના આઘારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા તેને રોકી તલાશી લેતા નશાકારક એમડી ડ્રગ્સ 00.180 કિલોગ્રામ કિમત રૂપિયા 18 લાખ તથા વજન કાંટો, અંગ જડતીમાં રોકડ મળી અંદાજે 20,22,000 ના મુદ્દામાલ સાથે ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે 18 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

બનાવની મળતી માહિતી અનુસાર દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાથી ભરૂચ (Bharuch) તરફ સફેદ કલરની ઈનોવા ગાડી નંબર જીજે 16 એવી 1655 માં કેટલાક અજાણ્યા ઈસમો માદક કેફી પદાર્થ લઈ વેચાણ અર્થે હેરાફેરી કરતો હોય તેવી ચોક્કસ બાતમી ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝણકાટને મળી હતી. જેથી તેઓએ પોલીસ સ્ટાફ સાથે એક્સપ્રેસ વે ઉપર વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી 0.180 કિલોગ્રામ એમડી ડ્રગ્સ જેમાં એક ગ્રામની કિમત 10 હજાર લેખે 18 લાખનું ડ્રગ્સ તથા 3 મોબાઈલ, ડિજિટલ વજન કાંટો, અંગ જડતીમાંથી રોકડા 4920, એક ટાઈટન ઘડિયાળ, 02 લાખની ઈનોવા ગાડી મળી કુલ 20,22,520 ના મુદ્દામાલ સાથે 3 આરોપી ઘટના સ્થળ ઉપરથી ઝડપાઈ જતાં આરોપી ઈલ્યાસ અલીહુશેન મલેક (રહે.નવી નગરી શાલીમાર સોસાયટી નજીક દેરોલ ગામ) તથા અશરફ બસીર ઈદ્રીશ મુન્શી (રહે.શાલીમાર સોસાયટી દેરોલ ગામ ભરૂચ) તેમજ હનીફ અનવર વજેસંગ રાજ (રહે.નવી નગરી અંબાજી માતાના મંદિર નજીક દેરોલ ગામ ભરૂચ)નાઓને જડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarat cadre ના નવા 8 IPSને પોસ્ટિંગ, તમામને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા

આરોપીઓ પર અન્ય કેટલાક ગુના પણ દાખલ થયેલ છે

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, 3 આરોપી પૈકી ઈલ્યાસ અલીહુશેન મલેક ગંભીર ગુનાના આરોપી હોવાનું સામે આવતા તેની સામે અગાઉ 2022 માં એ ડિવિજન પોલીસ મથકમાં પણ એનડીપીએસનો ગુનો દાખલ છે. કાવી પોલીસ સ્ટેશનાં તેની સામે 2023માં બળાત્કાર, સાયબર એક્ટ સહિતનો ગુનો દાખલ છે. ભરૂચ બી ડિવિજન પોલીસમાં પણ 2024 માં રાયોટિંગ તથા સબજેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખવા બાબતનો ગુનો દાખલ છે. તદ્દઉપરાંત બી ડિવિજન પોલીસમાં જ એનડીપીએસનો પણ ગુનો દાખલ થયેલો હોય જેથી ઈલ્યાસ મલેક ગુનાહિત ભૂતકાળ ઘરાવતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: આ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, જૂની પેન્શન યોજના અંગે સરકારે પરિપત્ર કર્યો જાહેર

આરોપીઓને ડ્રગ્સનો જથ્થો આપનાર મુંબઈનો રઉફ વોન્ટેડ

હાલમાં 03 આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને ડ્રગ્સનો જથ્થો તેઓને મુંબઈના રઉફ નામના વ્યક્તિએ આપ્યો હોય જેના પૂરા નામ ઠામની ખબર ન હોય તેવા મુખ્ય આરોપીને પોલીસ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ઘરપકડના ચક્રો ગતિમાન પણ ભરૂચ પોલીસ (Bharuch Police)એ કર્યા છે. ડ્રગ્સના જથ્થામાં 03 પૈકી 02 આરોપીને સબજેલમાં ધકેલવામાં આવ્યા છે. જયારે ઈલ્યાસ મલેક તે ગંભીર પ્રકારના ગુનાહિત ભૂતકાળ ઘરાવતો હોય તેના રિમાન્ડ મળેવવા કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના 06 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ ગુનાની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ ડી ફૂલતરીયા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: ઝાડી ઝાંખરામાંથી ત્રણથી પાંચ મહિનાનું નવજાત શિશુ મળી આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Tags :
bharuch newsBharuch PoliceBharuch Police ActionBharuch-Vadodara Express HighwayGujaratGujarat PoliceGujarat Police ActionGujarati NewsLatest Gujarati NewsMD drugs in BharuchVimal Prajapati
Next Article