Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: દહેજમાં ગટરની કુંડીમાં ત્રણના મોત થયા, પરંતુ તંત્રએ હજુ નથી આપ્યા સેફટીના સાધનો

અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક ડ્રેનેજ લાઈનની તસવીરો સામે આવી સફાઈ કામદારો સેફટીના સાધનો વિના કરે છે સફાઈ લેબર કમિશ્નરે અને માનવ પંચે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર Bharuch: ભરૂચ (Bharuch) જીલ્લાના દહેજ પંથકમાં અંડર ગ્રાઉન્ડ ગટરની કુંડી સફાઈ કરાવવા માટે...
bharuch  દહેજમાં ગટરની કુંડીમાં ત્રણના મોત થયા  પરંતુ તંત્રએ હજુ નથી આપ્યા સેફટીના સાધનો
  1. અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક ડ્રેનેજ લાઈનની તસવીરો સામે આવી
  2. સફાઈ કામદારો સેફટીના સાધનો વિના કરે છે સફાઈ
  3. લેબર કમિશ્નરે અને માનવ પંચે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર

Bharuch: ભરૂચ (Bharuch) જીલ્લાના દહેજ પંથકમાં અંડર ગ્રાઉન્ડ ગટરની કુંડી સફાઈ કરાવવા માટે સફાઈ કર્મીઓને સેફટીના સાધનો વિના જ ઉતારતા ત્રણના મોત થયા હતાં. પરંતુ પણ હજુ નોટીફાઈડ એરિયામાં કુંડી સફાઈ માટે સફાઈકર્મીઓને સેફટીના સાધનો ન અપાતા હોય તેવા ચોંકાવનાર અહેવાલો સામે આવી રહ્યા છે. આ બાબતે લેબર કમિશ્નરે અને માનવ પંચે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો: ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા માટે લોકો બન્યા મજબૂર, ગટરના પાણી છેક ઘર સુધી આવ્યા

શું સફાઈ કર્મીઓના જીવની કોઈ કિંમત નથી?

દહેજ પંથકમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કર્મીઓને સેફટીના સાધનો વિના અંડર ગ્રાઉન્ડ કુંડીની સફાઈ માટે ઉતારતા ત્રણના મોત થઈ ગયા હતા. જેમાં પોલીસે ગંભીર પ્રકારનો ગુનો પંચાયતના સરપંચ, તલાટી સહિતનાઓ સામે નોંધ્યો હતો. ત્યાર બાદ પણ હજુ અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઈ માટે સેફટી અંગે કોઈ તકેદારી ન રાખતી હોય તેમ અંકલેશ્વર (Ankleshwar, Bharuch)ના નોટીફાઈડ એરિયા એવા પ્રતિન ચોકડી નજીક અંડર ગ્રાઉન્ડ લાઈન જામ થઈ જતા તેની સફાઈ માટે સફાઈકર્મીઓને મોઢા ઉપર માસ્ક કે પગમાં બુટ, હાથમાં ગ્લોઝ વિના જ સફાઈ કરાવતી હોવાની ઘટના સાવી છે. પરંતુ હજુ પણ નોટીફાઈડ એરિયામાં સફાઈ કર્મીઓની સુરક્ષા માટે સેફટીના સાધનો ન અપાતા હોય તેના દ્રશ્યો જોવા મળી ગયા છે.

Advertisement

આ પણ વાંચો: શ્રાવણ માસ નિમિત્તે અનોખી શિવ વંદના કરતી જોવા મળી જૂનાગઢની શિવ કન્યા

આખરે શા માટે હજૂ સુધી સેફ્ટીના સાધાનો નથી અપાયા?

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, કુંડીનું ઢાંકણું ખોલવામાં આવે અને જો તેના ગેસથી કોઈ સફાઈકર્મી જીવ ગુમાવી દે? અથવા તો કુંડી ઉપરથી પગ લપસી જાય અને અંદર ડૂબી જાય તો કોણ જવાબદાર રહેશે? નોંધનીય છે કે, જો આવી કોઈ ઘટના બનશે તો કોઈ જબાવદાર રહેશે ખરૂ? ત્યારે તો બધા અધિકારીઓ પોતાના હાથ અધ્ધર કરી લેવાના છે, અને આવા તો અનેક દાખલાઓ પણ પડ્યા છે. ભરૂચ (Bharuch) ઔદ્યોગિક વસાહતના સેફટી ઈન્સ્પેકટર સહિત લેબર કમિશ્નર આ બાબતે જાગૃત થાય અને સફાઈ કર્મીઓની સુરક્ષા માટે ફિલ્ડમાં નીકળે તેવી માંગ છે. જો આવી કોઈ ઘટના બનતી હોય તો તેને ડામવાના પ્રયાસ કરે તે પણ જરૂરી બની ગયું છે.

Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલે કહ્યું એટલે...

Tags :
Advertisement

.