Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : વિદેશ જવાની ઈચ્છા ધરાવનારા જમાઈ વિદેશ નહીં પરંતુ જેલ ભેગા થયા

અહેવાલ -  દિનેશ મકવાણા ભરૂચ ગુજરાતમાં વસતા લોકોને વિદેશ જઈ રોજગારી મેળવવામાં વધુ ઘેલછા હોય છે. આવી જ એક ઘેલછામાં સસરા જમાઈને વિદેશ મોકલવા માટે પોલીસ વેરીફિકેશનમાં કેસ હોવાના કારણે રિજેક્ટ થયા બાદ પણ એજન્ટએ બોગસ પોલીસ વેરીફિકેશન રજૂ કરી...
bharuch   વિદેશ જવાની ઈચ્છા ધરાવનારા જમાઈ વિદેશ નહીં પરંતુ જેલ ભેગા થયા
અહેવાલ -  દિનેશ મકવાણા ભરૂચ
ગુજરાતમાં વસતા લોકોને વિદેશ જઈ રોજગારી મેળવવામાં વધુ ઘેલછા હોય છે. આવી જ એક ઘેલછામાં સસરા જમાઈને વિદેશ મોકલવા માટે પોલીસ વેરીફિકેશનમાં કેસ હોવાના કારણે રિજેક્ટ થયા બાદ પણ એજન્ટએ બોગસ પોલીસ વેરીફિકેશન રજૂ કરી કમાણી કરવાનું કૃત્ય કરતા વિદેશ જવાની ઈચ્છા ધરાવતા સસરા જમાઈ વિદેશ ન જઈ શક્યા પરંતુ જેલ અવશ્ય ગયા અને 20 લાખ રૂપિયા વસૂલનાર એજન્ટ કાયદાના સંઘર્ષમાં આવી ગયો અને જમાઈને વોન્ટેડ જાહેર કરી એજન્ટ અને સસરાની ધરપકડ કરી સબજેલમાં ઉતારવામાં આવ્યા છે.
પાલેજ પોલીસ મથકમાં બોગસ દસ્તાવેજ અંગેની ફરિયાદ સરકાર તરફે પોલીસ ખુદ ફરિયાદી બની છે. જેમાં વિદેશ જવા માટે સસરા જમાઈએ પોલીસ વેરિફિકેશન માટે સ્થાનિક પોલીસ મથકમાં ઓનલાઇન અરજી કરી હતી અને વિદેશ જવાની ઈચ્છા ધરાવતા બંનેની પોલીસ હિસ્ટ્રીને લઇ તેમની પોલીસ વેરીફિકેશનની અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. પરંતુ યાકુબ ઇસ્માઈલ ગજ્જર રહે સીતપણ રોડ અસરફી કોલોની ટંકારીયા ભરૂચ તથા મહંમદ સાદ ઉંમરજી પટેલ રહે ભુટા સ્ટ્રીટ ટંકારીયા ભરૂચનાઓને વિદેશ જવા માટે એજન્ટ મહંમદ સુહેલ અહેમદ મુસા ધેડીવાલા નાઓને વિઝા અને પોલીસ વેરિફિકેશન માટે 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ સાથે એજન્ટ મહંમદ સુહેલ અહેમદ મુસા ધેડીવાલાએ યાકુબ ઇસ્માઈલ ગજ્જર તથા મહંમદ સાદ ઉંમરજી પટેલના બોગસ પોલીસ વેરીફિકેશન પ્રમાણપત્રો બનાવી અસલી તરીકે રજૂ કર્યા હોય જે પોલીસ વેરિફિકેશન સાચા છે, તે તપાસ અર્થે પાલેજ પોલીસ મથકે આવ્યા હતા અને તપાસ દરમિયાન બંને પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર બોગસ ખોટા હોય અને ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી પોલીસ વેરિફિકેશન કોઈના ઉઠાવી તેમાં છેડછાડ કરી અસલી તરીકે રજૂ કર્યા હોય જે બોગસ દસ્તાવેજ રજૂ કરવા બદલ પાલેજ પોલીસ મથકમાં બોગસ પ્રમાણપત્ર બનાવનાર એજન્ટ સહિત જમાઈ અને સસરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં એજન્ટ અને સસરાની ધરપકડ કરી સબજેલમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે જમાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.