Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં શિક્ષકને 10 વર્ષની સજા, 2017 માં બની હતી ઘટના

Bharuch ની ઈન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી આ ઘટના આરોપીને 10 વર્ષની સખ્ત કારાવાસ અને 01.50 લાખનો દંડ ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા માટે કોર્ટે કર્યો હુકમ Bharuch: ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ...
08:39 PM Sep 05, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch
  1. Bharuch ની ઈન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી આ ઘટના
  2. આરોપીને 10 વર્ષની સખ્ત કારાવાસ અને 01.50 લાખનો દંડ
  3. ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા માટે કોર્ટે કર્યો હુકમ

Bharuch: ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 માં અભ્યાસ કરતી બાળકીને સ્કૂલના પીટીના શિક્ષકે 2017માં પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ અંગેનો ગુનો દાખલ થયા બાદ સમગ્ર કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલો, પુરાવા અને મેડિકલ રિપોર્ટ રજુ કરતા આખરે નફ્ફટ શિક્ષકને 10 વર્ષની કારાવાસ, 01.50 લાખનો દંડ અને 2 લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવાનો હુકમ કરાયો છે.

આ પણ વાંચો: પક્ષીજગતની અનોખી ઘટના, માત્ર કચ્છમાં જોવા મળતા કાળા તેતર બન્યા Jamnagar ના મહેમાન

ઘટનાની જાણ થતાં માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ

બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 12-12-2017 ના રોજ ભોગ બનનાર પીડિતા સ્કૂલના ટાઈમ સવારે 07:30 થી 1 નો હતો. જેથી ફરિયાદી તેની માતા એ તે દિવસે ભોગ બનનારને સવા છ વાગ્યે પ્રાઈવેટ વાનમાં બેસાડી સ્કૂલે જવા માટે મોકલી હતી. બપોરના આશરે 02 વાગ્યા પછી ભોગ બનનાર બાળકી ઘરે પરિવારે આપવીતી જણાવી હતી. આખરે ભોગ બનનારની માતાએ વાત સાંભળી તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો, ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને...

આરોપી શિક્ષકને 10 વર્ષની સજા ફટકારવામાં આવી

સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલીયાની ઘરપકડ કરી સમગ્ર કેસની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કર્યો હતો. શાળામાં ધણી વખત શિક્ષકો ઉપર છેડતીની ફરિયાદ થતી હોય છે અને બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાણકારી હોતી નથી પરંતુ હાલમાં કોર્ટે જે ચુકાદો આપ્યો છે. તેમાં પીટીના શિક્ષક બાળકી સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલાં સાથે ગુપ્તાંગ પણ ટચ કરતા હોય તેવા આક્ષેપોમાં તથા બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય શિક્ષક કરતો હોય તેવા અનેક પુરાવા અને ધારદાર દલીલો રજુ કરતા આખરે પીટીના શિક્ષકને 10 વર્ષની કારાવાસ અને દંડ ફટકારી કોર્ટે સાચા અર્થમાં પીડીતી પરિવારને ન્યાય આપ્યો છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Borsad: ખાનગી શાળાએ શિક્ષક દિવસને લજવ્યો! ફી ના ભરી તો વિદ્યાર્થીઓ સાથે...

Tags :
Bharuchbharuch newsGujaratGujarati NewsGujarati SamacharLatest Bharuch NewsLatest Gujarati News
Next Article