ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: જમવામાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, ચીઝ મસાલા ઢોસામાં નીકળ્યું મોટું જીવડું

જે બી ફાઉન્ટન હોટેલમાં ચીઝ મસાલા ઢોસામાં નીકળી મોટી જીવાત સ્વાદ પ્રેમી ગ્રાહકોને અહીં હોટલ થયો કડવો અનુભવ હોટેલની વાનગીમાં જીવાત નીકળતા વીડિયો બનાવી વાયરલ કર્યો Bharuch: લોકોમાં અત્યારે બહારનું ખાવાનો શોખ ખુબ જ વધી રહ્યો છે. હોટેલમાં સ્વાદ...
09:07 PM Oct 01, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch
  1. જે બી ફાઉન્ટન હોટેલમાં ચીઝ મસાલા ઢોસામાં નીકળી મોટી જીવાત
  2. સ્વાદ પ્રેમી ગ્રાહકોને અહીં હોટલ થયો કડવો અનુભવ
  3. હોટેલની વાનગીમાં જીવાત નીકળતા વીડિયો બનાવી વાયરલ કર્યો

Bharuch: લોકોમાં અત્યારે બહારનું ખાવાનો શોખ ખુબ જ વધી રહ્યો છે. હોટેલમાં સ્વાદ માનવ હવે આરોગ્યને આમંત્રણ આપતા સાબિત થઈ રહ્યા હોઈ તેવા અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ - સુરત નેશનલ હાઈવે 48 (Bharuch Surat National Highway 48) ઉપર આવેલી જે બી ફાઉન્ટન હોટેલમાં કોલેજના વાન ચાલકો નાસ્તો કરવા જતા ચીઝ મસાલા ઢોસામાં ચીઝની નીચે ડ્રેગન ફ્લાય એટલે કે સાદી ગુજરાતી ભાષામાં વાણિયા જેવી મોટી જીવાત નીકળતા ગ્રાહકોનો સ્વાદ ફીકો પડતા હોટેલ માંજ ભારે હોબાળો મચાવતા ગ્રાહકો એ જ વાનગીનો વીડિયો બનાવતા અધિકાઈઓને જાગૃત થવાનો સંદેશો આપ્યો છે.

આ પણ વાંચો: અચાનક ગાડીમાં લાગી ભયાનક આગ, સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણી કારમાં આગથી થયા ભડથું

ગ્રાહકે ઘટનાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો

ભરૂચ સુરત નેશનલ હાઈવે 48 (Bharuch Surat National Highway 48)ઉપર આવેલ જે બી ફાઉન્ટન હોટેલમાં ભરૂચના કેટલાક વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરવા જતા હોઈ અને સવારના સમયે પી પી સવાણીમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે વાનચાલકો હોટેલમાં નાસ્તો કરવા ગયા હતા. સવારના સમયે ગ્રાહકે ચીઝ મસાલા ઢોસાનો ઓર્ડર કર્યો હતો. ચીઝ મસાલા ઢોસાનો સ્વાદ મોઢામાં જાય તે પહેલા જ ચીઝ નીચે એક મોટી જીવાત ડ્રેગન ફ્લાય (વાણિયો) નીકળતા જ સ્વાદ પ્રેમીઓનો સ્વાદ બગડયો હતો. ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને ગ્રાહકોએ પણ હોટલ સંચાલકોનો ઉધડો લેતા સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ હોટલમાં નાસ્તો કરવા નહીં આવવા માટેનું આહવાન પણ કર્યું હતું.

આ પણ વાંચો: Ambuja Cement અંગે ગાંધીનગરમાં પડ્યા ઓપરેશન અસુરના પડઘા, મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

આ મામલે હોટલની સ્વચ્છતા અંગે તપાસ થવી જોઈએ

જોકે સમગ્ર ઘટના ગંભીર હોય અને જીવાત મોટી હોય જેના પગલે આ હોટલ સ્વચ્છ જમવાનું નથી મળતું. જેના પગલે સ્થાનિક સુરત અને ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ હોટલોમાં સ્વચ્છતાને લઈને ચેકીંગ પણ કરવુ જરૂરી બની ગયું હોય તેવું વાયરલ વીડિયો અને ફોટા ઉપરથી અધિકારીઓએ શીખ મેળવવાની જરૂરી છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે, છતાં પણ હોટલના સંચાલકો સ્વચ્છતા અંગે કોઈ ખાસ ધ્યાન કેમ લેતા નથી?

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને DCPનું નિવેદન

Tags :
BharuchBHaruch hotelbharuch newsGUJARATIGujarati Samachar
Next Article