Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: ત્રણ ઘટનાઓની ચોંકાવનારી હકીકત! સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતી સગીરાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

સખી વન સ્ટોપ સંસ્થાએ ૩ સગીર બાળાઓનું કાઉન્સેલીંગ કર્યું 09 મહિનામાં 15 સગીરાઓને નવું જીવન મળ્યું સોશિયલ મીડિયા થકી અજાણ્યા યુવકોના પરિચયમાં આવતા ચેતજો Bharuch: ગુજરાતમાં સોશિયલ મીડિયા સગીરાઓ માટે લાલબત્તી સમાન અને વાલીઓ માટે બાળકીઓને મોબાઈલ વધુ પડતો...
06:53 PM Sep 14, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch
  1. સખી વન સ્ટોપ સંસ્થાએ ૩ સગીર બાળાઓનું કાઉન્સેલીંગ કર્યું
  2. 09 મહિનામાં 15 સગીરાઓને નવું જીવન મળ્યું
  3. સોશિયલ મીડિયા થકી અજાણ્યા યુવકોના પરિચયમાં આવતા ચેતજો

Bharuch: ગુજરાતમાં સોશિયલ મીડિયા સગીરાઓ માટે લાલબત્તી સમાન અને વાલીઓ માટે બાળકીઓને મોબાઈલ વધુ પડતો આપવો ખતરનાક રૂપી બની રહ્યો છે. 09 મહિનામાં 15 સગીરાઓ માતા-પિતાને છોડી પ્રેમીઓ સાથે ભાગી ગયા બાદ કાઉન્સેલીંગ થકી સગીરાઓ પુનઃ માતા-પિતા પાસે પહોંચી પરંતુ આજના બે કિસ્સા ગંભીર પ્રકારના છે. જેમાં એક બાળકી નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલા પોલીસે બચાવી તો બીજા કિસ્સામાં 15 વર્ષની સગીરા ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યું હોવાના કિસ્સામાં આખરે સખી વન સ્ટોપનું કાઉન્સેલીંગ અસરકારક સાબિત થયું છે.

"ભારત સરકાર પુરસકૂત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કાશ્મીરાબેન સવંત તથા દહેજ પ્રતિબંધ અધિકારી પ્રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર ચાલે છે. મહિલા અને બાળ વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અનેક સગીરાઓને તેમના માતા-પિતા સાથે કાઉન્સિલિંગ કરાવી આપવામાં આવે છે. આમ, અનોખી રીતે મનાવતા મહેકાવી સગીરાઓને તેમના માતા-પિતા સાથે મિલન કરાવવા સાથે રવાના કરવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચો: ક્રિમીનલ વૃતિના નિવૃત્ત આર્મી મેનને બેગ ચોરી ભારે પડી, શરીર સુખ અને પૈસાની લાલચે ગુનાહિત કુંડળી ખોલી નાખી

પહેલી ઘટના સુરતમાં બની હોવાનું સામે આવ્યું

હાલમાં સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવી ગયેલ જેમાં રેલવે પોલીસને શંકા જતાં રેલવે પોલીસ સ્ટાફ ધ્યાને આવતા સગીરાને સુરક્ષિત ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવ્યા બહેનને આશ્રય સહાય પૂરી પાડી કાઉન્સિલિંગ કરતા સગીરા સુરતની હોય અને તેણીને યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી હતી અને તેણીને ભોજપુરીમાં વિડિયો આલ્બમ બનાવીને જે આવક આવતી તે તેના પ્રેમી યુવકને આપી દેતી હોય અને સગીરા જયારે 15 વર્ષની હતી. તે વેળા તેણીએ ગર્ભપાત કરાવેલ અને નાની ઉંમરમાં જે ન કરવાના કાર્ય કરતી હોવાનું કબુલ્યું હતું. આ વાત સાંભળી સગીરાના માતા-પિતાને બોલાવી તેમનું પણ કાઉન્સેલીંગ કરતા આખરે સગીરાને સમજાવી તેના માતા-પિતા સાથે મોકલી દેતા ખરાબ રવાડે ચઢેલી સગીરા પુનઃ માતા-પિતા પાસે જતા માતા-પિતાએ પણ આંખોમાં આંસુ સાથે સગીરાને અપનાવી હતી. એટલા માટે કે કહેવાય કે માતા-પિતા બાળકોને જે પણ કહેતા હોય તે સારા ભવિષ્ય માટે કહેતા હોવાનનો અનુભવ ભોગ બનનાર સગીરાને થયો હતો.

ભરૂચ રેલવે સ્ટેશન નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજઃ બીજો કિસ્સો

ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશન નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજ ઉપર 16 વર્ષની સગીરા આપઘાત કરવાના ઈરાદામાં હોય તે દરમિયાન રેલવે પોલીસ ફરજ ઉપર હતી. તે દરમ્યાન સગીરા શંકાસ્પદ લાગતા તેણીને પોલીસે પકડી સખી વન સ્ટોપને સોંપી હતી અને બહેનોએ આ સગીરાનું કાઉન્સેલીંગ કરી પૂછપરછ કરતા તે જયારે 5 વર્ષની હતી ત્યારે તેની માતા એ બીજા લગ્ન કર્યાં હતા અને સાવકા પિતાની દાનત સગીરા જુવાન થતા બગડી હોય અને સાવકા પિતા સગીરા સાથે પ્રેમ બંધન રાખવા અને રિલેશનશિપ રાખવા દબાણ કરતા હોય અને સગીરા સાવકા પિતાની ચુંગાલ નહીં આવતા સાવકા પિતાએ સગીરાને બોય ફ્રેન્ડ રાખવા પ્રેરણા આપી હતી. બોય ફ્રેન્ડ રાખ્યા બાદ સાવકા પિતા તેણીને બ્લેકમેલ કરી શારીરિક સુખ માનવના પ્રયાસ કરતા હતો. આ વાતની જાણ સગીરાની માતાને થતા સગીરાની માતાએ સાવકા પિતા અને સગીરાને મારી નાખવાની ધમકી આપી હોય જેથી ગભરાયેલી સગીરા ઘર છોડી જતા પહેલા મોબાઈલ તોડી નાખ્યો અને સગીરા રેલવે સ્ટેશન વેટીંગ રૂમ એક દિવસ રહ્યા બાદ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી સિલ્વર બ્રિજ ઉપરથી નદીમાં આપઘાત કરવા જતા જ પોલીસે તેણીને પકડી લીધી હોવાની કેફિયત રજુ કરી હતી. આખરે સગીરાની માતા-પિતા અને બોયફ્રેન્ડને બોલાવી કાઉન્સેલીંગ કરતા આખરે સગી માતા જ સગીર બાળકીને લઈ ગઈ હતી.

આ પણ વાંચો: 16 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદી કરશે Metro Phase-2 નો શુભારંભ, જાણો સંપૂર્ણ વિગત

ત્રીજો કિસ્સો અંક્લેશ્વરમાં બન્યો હોવાનું સામે આવ્યું

અંકલેશ્વર રેલવે પોલીસને એક સગીરા શંકાસ્પદ મળી આવી હતી. તપાસ કરતા ચોંકાવનારો વિસ્ફોટ થયો હતો અને સગીરાના કૃત્યોથી તેની માતા તેને લઈ જવા તૈયાર ન હોય જેથી પોલીસે સગીરાનો કબજો સખી વન સ્ટોપને સોંપ્યો હતો. ચાર દિવસ સંસ્થામાં તેણીનું કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરવામાં આવતા તેણીની સાથે તેના સગા કાકાના છોકરાએ મોટા પપ્પાએ તથા અન્ય યુવાનો સાથે શારીરિક સંબંધો રાખ્યા હોય અને તેની આવી ટેવથી તેની માતા પણ તેને રાખવા તૈયાર ન હોય જેથી આખરે સગીરા બાબતે તેની માતાને બોલાવવામાં આવતા માતા અને સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી આખરે માતાને પણ સમજાવી સગીરાને તેની માતા સાથે રવાના કરી હતી. પરંતુ મોબાઇલના રવાડે ચડેલી સગીરાઓ ઊંધા રવાડે જઈ રહી હોય તેવા કિસ્સાઓ બની રહ્યા છે

સગીરાઓ માતા-પિતાને તડછોડી ભાગી જવાના કિસ્સો...

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાના જમાનામાં અને ઓનલાઈન શિક્ષણમાં મોબાઈલ વધુ પ્રમાણમાં બાળકો વાપરવા લાગતા સગીર વયની ઉંમરે બાળકીઓ ભાગી જવાના કિસ્સાઓ અને દુષ્કર્મનો ભોગ બનવાના કિસ્સાઓ બની ગયા છે. હાલમાં ચાલી રહેલા સ્પેટમ્બર માસમાં 15 દિવસમાં જ 02 સગીરા તથા ઓગષ્ટ મહિનામાં 5 સગીરાઓ,જુલાઈ માસમાં 2 સગીરાઓ,એપ્રિલમાં 2 જૂનમાં 1 ,માર્ચ-ફેબ્રુઆરી અને જાન્યુઆરી માસમાં 1-1 આમ કુલ 15 સગીરાઓને સખી વન સ્ટોપની બહેનોએ કાઉન્સેલીંગ કરી બાળ લગ્નના કાયદાના પાઠ ભણાવી સગીરાઓને સીધા પાટે લાવી માતા-પિતા સાથે મોકલ્યા છે. જેને લઈ હજુ પણ જે વાલીઓ વધુ પ્રમાણમાં બાળકોને મોબાઈલ આપતા હોય તો બાળકો મોબાઈલનો સદ્દઉપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે. તેનું પણ ધ્યાન રાખે કારણે કે સોશિયલ મીડિયાના જમાનામાં અજાણયા યુવકોના સંપર્કમાં આવતી સગીરાઓ માતા-પિતાને તડછોડી ભાગી જવાના કિસ્સો પણ નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહાર, કહ્યું- કોંગ્રેસની જુઠ્ઠાણી ગેંગ સાંભળો..!

1 દિવસમાં સગીરાઓને કાઉન્સેલીંગ કરીને માતા-પિતા સાથે મોકલી

હાલમાં જે ૩ કિસ્સા આવ્યા છે તે બંને કિસ્સામાં સગીરાની જિંદગી બરબાદ કરી હતી. જેમાં ભોજપુરી ફિલ્મના આલબમના રવાડે ચઢેલી સગીરા શારીરિક શોષણનો વિવિધ હોટલમાં ભોગ બની અને 15 વર્ષની વયે ગર્ભપાત પણ કરાવ્યું અને બીજા કિસ્સામાં સાવકા પિતાએ દીકરી ઉપર દાનત બગાડી દીકરીને બ્લેકમેલ કરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા. આખરે સાવકા પિતાના ત્રાસથી દીકરીએ ભરૂચ નર્મદા નદીના સિલ્વર બ્રિજ ઉપરથી નદીમાં મોતની છલાંગ લગાવવા આવતા પોલીસની સમય સુચકતાના કારણે આ બાળકીનો જીવ બચી ગયો છે. ત્રીજા કિસ્સામાં પણ સગીરાય સગા કાકાના છોકરા અને મોટા પપ્પા સાથે તથા અન્ય યુવાનો સાથે શારીરિક સંબંધ રાખતા કાઉન્સિલિંગ કરી તેની માતા સાથે મોકલી છે. ત્રણેય કિસ્સામાં તેમજ અન્ય વીતેલા કિસ્સાઓમાં સગીરાઓ શોશ્યલ મીડિયાના કારણે ઊંધા રવાડે ગઈ હોવાનું પણ સખી વન સ્ટોપ ના વૈશાલી ચાવડા એ કહ્યું હતું.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Bharuchbharuch newsGujaratGujarati NewsLatest Bharuch Newslatest gujarat newsVimal Prajapati
Next Article