BHARUCH : પોંકના ઉત્પાદનના હબ ગણાતા ભરૂચ જિલ્લામાં પોંકના વેપારીઓ સીઝન ફેલ જતા ચિંતામાં
અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ જિલ્લો આમ તો શિયાળાની સીઝનમાં પોંકના ઉત્પાદનમાં માનવામાં આવે છે. પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિએ ખેડૂતોને પાઇ માલ કર્યા છે અને પૂરની સ્થિતિ બાદ પણ પગનું ઉત્પાદન કરતા કમોસમી વરસાદે ફરી...
07:27 PM Dec 02, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ - દિનેશ મકવાણા
ભરૂચ જિલ્લો આમ તો શિયાળાની સીઝનમાં પોંકના ઉત્પાદનમાં માનવામાં આવે છે. પરંતુ નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિએ ખેડૂતોને પાઇ માલ કર્યા છે અને પૂરની સ્થિતિ બાદ પણ પગનું ઉત્પાદન કરતા કમોસમી વરસાદે ફરી પાકને નષ્ટ કરતા પોંકના વેપારીઓને ભારે નુકસાની વેઠવા સાથે મંદીનો માહોલ જામતા સીઝન ફેલ જવાનો ભય ઉભો થયો છે.
ભરૂચ જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં ખેતી કરતા હોય છે. ખેડૂત પગભર થાય તે પહેલા જ તેની પરસેવાની મહેનતથી તૈયાર કરેલી ખેતી ઉપર પૂરનું પાણી અથવા તો કમોસમી વરસાદનું ગ્રહણ નષ્ટ કરી દેતું હોય છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ બાદ કેટલાય ખેડૂતોએ પોતાના ખેતરોમાં પુનઃ ખેતી શરૂ કરવાના પ્રયાસ કર્યા હતા. ત્યાં જ ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ખેતી ઉપર પાણી ફેરવી દીધું છે.
વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં શહેરીજોનો 3 સિઝનનો અનુભવ કરી રહ્યા છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી જતાં પોંકની ખરીદી ઉપર મંદીનો માહોલ જામ્યો છે. શિયાળાની સીઝનમાં પોંકની સીઝન ફેલ જવાના ભય વચ્ચે હાલ પોંકનો ભાવ 1800 રૂપિયા ચાલી રહ્યો છે. છતાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે વેપારીઓથી માંડી ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.
ભરૂચ જિલ્લાના પોંક સમગ્ર ગુજરાત અને વિશ્વમાં પ્રચલિત છે. જેના કારણે સુરતથી વડોદરા સુધીના નેશનલ હાઈવે 48 ઉપર 300 થી વધુ સ્ટોલ લાગ્યા છે, અને અંકલેશ્વર થી ભરૂચ તરફના નેશનલ હાઈવે 8 ઉપર પણ 50થી વધુ પોંકના સ્ટોલ લાગી ગયા છે. અંકલેશ્વરમાં સૌથી વધારે પોંકનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ નર્મદા નદીમાં પૂરનું સંકટ સૌથી વધુ અંકલેશ્વર તરફ રહ્યું હતું અને ખેડૂતોના ખેતરો પૂરના કારણે નદીમાં ફેરવાઈ ગયા હતા. પોંકના સ્ટોલ લાગ્યા પરંતુ ખરીદીનો જાણતો નથી અને તેનું કારણ છે વાતાવરણ સૌથી વધુ શિયાળો અને સૌથી વધુ ઠંડીમાં આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહેતું હોવાની માન્યતાઓ રહી છે. પરંતુ વરસાદ વચ્ચે 3 સિઝનનો અનુભવ થતા પોંકની ખરીદી ઉપર મંદીનું ગ્રહણ લાગી ગયું છે.
ભરૂચ જિલ્લામાં ધરતીપુત્રો પોતાના ખેતરમાં ખેતી કરીને પગભર થવાના પ્રયાસ કરતા હોય છે. પરંતુ કુદરતી આફત તેમની મહેનત ઉપર પાણી ફેરવતા હોવાના અનેકવાર ધરતી પુત્ર આક્ષેપ કરતા હોય છે. નર્મદા નદીમાં પૂર્ણ ગ્રહણ બાદ કમોસમી વરસાદે ફરી એક વાર ખેડૂતોને પાયમાલ કર્યા છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થતા પોંક ના પોંકનું ઉત્પાદન ઓછું થતા ભાવ વધારા વચ્ચે પણ સીઝન ફેલ થઈ રહી હોવાનું અનુભવ ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે.
ખેતરમાંથી ડૂંડા વહેલી સવારે કાપવાના શેકવાના અને પોંક પાડીને આપવાના સૌથી વધુ મહેનત :- વેપારીઓ
પોંક કેમ મોંઘો હોય છે પોંકનું માત્ર શિયાળામાં જ વધુ ઉત્પાદન થતું હોય છે અને તેની માંગ પણ સૌથી વધારે શિયાળાની ઠંડીમાં હોય છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે વહેલી સવારે ખેતરમાંથી સૌપ્રથમ તો પોંકના ડુંડા કાપવાના પછી તેને વેપારીઓ અને જો જાતે પોક પાડીને વ્યવસાય કરતા હોય તો સ્ટોલ ઉપર લઈ જઈ તેને ગરમ રેતી વચ્ચે શેકવાના એક કાપડની થેલીમાં તેને લાકડીથી ખંખેરીને પોંકને છૂટા પાડવાના અને ત્યારબાદ પોંકને ચાઈણાથી સાફ કરી વેપારીને આપવાના સૌથી વધુ મહેનત થતી હોવાનું પણ વેપારીઓ અને ખેડૂતો કહી રહ્યા છે
Next Article