Bharuch: પોલીસે 1000 લીટર દેશી દારૂના બમ્પરો સાથે બુટલેગરોનો દબોચ્યા, કાર્યવાહી હાથ ધરી
Bharuch: અંકલેશ્વર પંથકના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાના અનેક વાર આક્ષેપો સાથે બૂમો ઉઠી છે. હવે તો ભરૂચ પોલીસે દેશી દારૂના બુટલેગરોને ભરૂચ (Bharuch)માં સપ્લાય વેળા 1000 લીટરથી વધુ દેશી દારૂના બમ્પર ઝડપી પાડી છે. આ બમ્પરમાંથી અંદાજે 10 હજાર પોટલીઓ બની શકે છે તો ભરૂચ જીલ્લામાં લઠ્ઠાકાંડ થાય તે પહેલા જ જીલ્લા પોલીસવડાએ દેશી દારૂની ભઠ્ઠીઓ દૂર કરવા માટે પોલીસ મથકના પીઆઈ અને ડીસ્ટાફને સૂચના એવી જરૂરી બની ગઈ છે.
બાતમીને આધારે પોલીસ દારૂનો જથ્થો ઝડપ્યો
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પીઆઈ વીયુ ગડરીયાને બાતમી મળી હતી. અંકલેશ્વરના બુટલેગરો ભરૂચ (Bharuch)માં દેશી દારૂના બુટલેગરોને મોટા પાયે દારૂનો જથ્થો ફોર વહીલર ગાડીમાં સપ્લાય કરી રહ્યા છે. જે બાતમીના આધારે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બાતમી વાળી એક સિલ્વર કલરની ઈનોવા ગાડી નંબર જીજે 06 સીએમ 2781ને રોકી તપાસ કરતા તથા ભૃગુઋષિ બ્રિજ ઉપરથી કોર્ટ રોડ તરફ આવતી ગાડીને ચેક કરતા ગાડીમાં મીણીયા થેલા 40 નંગ મળી આવ્યા. જેમાં બમ્પર નંબર 400 મળી અંદાજે 800 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 16 હજાર,ઈનોવા ગાડી કિંમત રૂપિયા 3 લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી 3,21,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે કાર્યાવાહી હાથ ધરી
ચાલક અંકલેશ્વરના અમરતપરા ગામનો અરવિંદ ઉર્ફે ભોલો અંબુ વસાવા ઝડપાઈ ગયો હતો. જેની પુછપરછ કરતા ભરૂચ જીલ્લાના દહેજ તથા વાગરાના કડોદરા ગામના બુટલેગર ભરત બબુ વસાવા દહેજના ભાવેશ મકવાણા અને દહેજ ન ઠૂઠીયા ગામના રજુ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આખા જીલ્લામાં દેશી દારૂનો જથ્થો અંકલેશ્વર પંથકમાંથી સપ્લાય કરવામાં આવતો હોવાનો વિસ્ફોટ પણ થઈ રહ્યો છે.
દારૂના જથ્થા ભરેલી ફોર વહીલર ગાડી ઝડપી
ભરૂચ બી ડિવિઝન પોલીસે પણ મેનુબર ચોકડી નજીકથી દહેગામ ત્રણ રસ્તા તરફ જતી દેશી દારૂના જથ્થા ભરેલી ફોર વહીલર ગાડી ઝડપી પાડી છે. જેમાં બુટલેગર યોગેશભાઈ પ્રવીણભાઈ વસાવા રહે. અંદાડા ગામ તથા ચિરાગભાઈ પ્રફુલભાઈ વસાવા રહે. અમરતપરા તેમજ પરેશ ઉર્ફે પલિયો જયવર્ધન વસાવા રહે, અમરતપરા નાઓ મારુતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે 16 એવી 7680 માં ગેરકાયદેસર દેશી દારૂનો મોટો જથ્થો અંદાજે બમ્પર નંગ 100 જે 200 લીટર કિંમત રૂપિયા 4000 તથા ડિઝાયર ગાડી 3 લાખ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓ પણ દેશી દારૂનો જથ્થો છૂટક બુટલેગરોને પહોંચડા જતા હોવાની ચર્ચા સામે આવી રહી છે.
દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહીં છે
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, અંકલેશ્વર પંથકના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોય અને આ વાતથી પોલીસ પણ અજાણ હોય તેવું માનવામાં આવતું નથી. અંકલેશ્વરના ઘણા નર્મદા નદીના કાંઠા ઉપરના ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓ મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ધમધમતી હોય છે. કારણ કે હાલમાં ભરૂચ પોલીસે પકડેલ 1000 હજાર લીટર દારૂમાંથી 10 હજાર પોટલીઓ બની શકે તેમ છે. જેથી ભરૂચ જીલ્લામાં લઠ્ઠાકાંડ થાય તે પહેલા જીલ્લા પોલીસવડા અંકલેશ્વર પંથકના પોલીસ મંથકના ડીસ્ટાફને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવવાનું માર્ગદર્શન આપે તે જરૂરી છે.