Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch News : દહેજ મરીનનો એસઆરપી જવાન વિદેશી દારૂના જથ્થા અને બુટલેગર સાથે ઝડપાયો

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી ઉપર પોલીસે સપાટો બોલાવ્યો છે. અને વિદેશી દારૂના બુટલેગરોને ઝડપી પાડવામાં દહેજ મરીન કમાન્ડો એસઆરપીનો જવાન વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ગયો છે. સાથે જ બુટલેગરોને પણ વિદેશી દારૂના જથ્થાઓ સાથે પોલીસે દબોચી લઈ...
bharuch news   દહેજ મરીનનો એસઆરપી જવાન વિદેશી દારૂના જથ્થા અને બુટલેગર સાથે ઝડપાયો

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી ઉપર પોલીસે સપાટો બોલાવ્યો છે. અને વિદેશી દારૂના બુટલેગરોને ઝડપી પાડવામાં દહેજ મરીન કમાન્ડો એસઆરપીનો જવાન વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ગયો છે. સાથે જ બુટલેગરોને પણ વિદેશી દારૂના જથ્થાઓ સાથે પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.કે મોરી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જોલવા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં 2 ઇસમો અટીગા ગાડી નંબર GJ- 04-EA-2529 માં વિદેશી દારૂનો જથ્થો ભરી વેચાણ માટે આવનાર હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી ગાડી આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દહેજ મરીન કમાન્ડો એસઆરપી ગ્રુપ 8 નો જવાન રહે લુવારા ગામ દહેજ મરીન પોલીસ લાઈન રૂમ નંબર 42 માં રહેતો પોલીસ કોન્સ્ટેબલ નિકુલ પુરજીભાઈ ચુડાસમા તેમજ એક બુટલેગર બાવનજી ઉર્ફે હરેશ ગાંડા ઝાલા રહે હાલ પણીયાદરા ચોકડી સન સીટી વાગરા મૂળ રહેવાસી જુનાગઢનાઓ ઝડપાઈ ગયા હતા.

તેમની પાસે રહેલી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 168 કિંમત રૂપિયા 68,640 તથા ફોરવીલ ગાડી કિંમત રૂપિયા 5 લાખ ગણી અંદાજે 5,78,640 ના મુદ્દા માલ સાથે એસઆરપી ગ્રુપનો જવાન તથા બુટલેગરની ધરપકડ કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રહીયાદ ગામે એન્ડ્રોઇડ સ્ટુકચર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પતરા કોલોની પાસેની બાવરીમાં વિદેશી દારૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે રહીયાદ ગામે પણ વિદેશી દારૂના જથ્થા ઉપર રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ 49 સાથે બુટલેગર પંકજભાઈ ભરતભાઈ ગોહિલ રહે દુબઈ ટેકરી ભરૂચ તથા વોન્ટેડ બુટલેગર મિતેશ ઉર્ફે મહેશ ગોહિલ રહેવાસી રહીયાદ તેમજ તિલક હરિકૃષ્ણ પટેલ રહેવાસી ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા અને ઝડપાયેલા બુટલેગર ઉપર 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા હોવાની માહિતી સામે આવી રહી છે.

Advertisement

દહેજ પંથકમાં જ વિદેશી દારૂની હેરાફેરી કરનારા બુટલેગર ઉપર પોલીસે સપાટો બોલાવ્યો છે. પરંતુ દારૂની હેરાફેરીમાં એસઆરપી જવાન કોન્સ્ટેબલ પણ દારૂની હેરાફેરીમાં ઝડપાઈ જતા પોલીસે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. જેના પગલે બુટલેગરોને સહકાર આપનારા કર્મીઓમાં પણ ફફડાટ મચી ગયો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

Advertisement

આ પણ વાંચો : Surat News : બારડોલીમાં દીપડીના બચ્ચાનું માતા સાથે સુખદ મિલન, CCTV સામે આવ્યા

Tags :
Advertisement

.