Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : નગરપાલિકાની રાજીવ આવાસ યોજના હાલ ખંડેર અવસ્થામાં, 75 પરિવાર ઘરમાં ટપકતા મળ મૂત્ર વચ્ચે રહેવા મજબૂર

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ નગરપાલિકા દેવામાં હોવાના ચોકાવનારા અહેવાલો વચ્ચે નગરપાલિકાની રાજીવ આવાસ યોજના સંદતર નિષ્ફળ નિવડી છે. રાજીવ આવાસ યોજનાના 13 બ્લોક પૈકી માત્ર ચાર બ્લોકમાં જ લાભાર્થીઓ ઘરમાં ટપકતા મળ મૂત્ર વચ્ચે મજબૂરીમાં રહેવા મજબૂર થયા...
bharuch   નગરપાલિકાની રાજીવ આવાસ યોજના હાલ ખંડેર અવસ્થામાં  75 પરિવાર ઘરમાં ટપકતા મળ મૂત્ર વચ્ચે રહેવા મજબૂર
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ નગરપાલિકા દેવામાં હોવાના ચોકાવનારા અહેવાલો વચ્ચે નગરપાલિકાની રાજીવ આવાસ યોજના સંદતર નિષ્ફળ નિવડી છે. રાજીવ આવાસ યોજનાના 13 બ્લોક પૈકી માત્ર ચાર બ્લોકમાં જ લાભાર્થીઓ ઘરમાં ટપકતા મળ મૂત્ર વચ્ચે મજબૂરીમાં રહેવા મજબૂર થયા છે અને સમગ્ર યોજના સદંતર નિષ્ફળ રહી હોય અને 12 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરની ચુકવી દેવાતા ભરૂચ નગરપાલિકાને જ મોટું નુકસાન થતા સમગ્ર રેલો નગર કમિશનર સુધી પહોંચે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે.
Image preview
ભરૂચ શહેરને સ્લમ મુક્ત કરવાના ભાગરૂપે રાજીવ આવાસ યોજના ભરૂચ નગર પાલિકા દ્વારા મૂકવામાં આવી હતી. સ્લામ વિસ્તારમાં રહેતા લોકોને સસ્તા દરે ઘરનું ઘર મળે તેવી મોટી વાતો રજૂ કરવામાં આવી હતી અને રાજીવ આવાસ યોજના સાબુગઢ નજીક ઉભી કરવામાં આવી હતી. જેમાં 13 બ્લોકમાં 511 મકાનો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ આ મકાનો સિમેન્ટના બ્લોક લોખંડના નટ બોલ્ટથી ફીટ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે ઉપરના મકાનોના રૂમના ઘર વપરાશના પાણી તથા સંડાસ અને બાથરૂમના મળ મૂત્ર નીચે રહેતા રૂમમાં ટપકતા લોકો નર્કાગારની પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. લાભાર્થીઓને ડ્રો દ્વારા 138 મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી હાલમાં માત્ર 100 લોકો જ મકાનમાં રહે છે અને તેમના મકાનમાં પણ ઉપરના મકાનોના પાણી ઘરમાં ટપકતા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મજબૂરીમાં લાભાર્થીઓ રહેવા મજબૂર બન્યા હોવાના આક્ષેપો લાભાર્થીઓ કરી રહ્યા છે.
Image preview
13 બ્લોક પૈકી 4 બ્લોકમાં રહેતા લાભાર્થીઓ આજે પણ ઘરમાં 365 દિવસ ચોમાસાની ઋતુનો અનુભવ કરીને રહેવા મજબૂર બન્યા છે. ઉપરના મકાનોમાંથી મળમૂત્ર ઘરમાં ટપકતા ગંભીર પ્રકારનો રોગચાળો પણ ફાટી નીકળ્યો હોવાનો આક્ષેપ ઘરમાં રહેતા લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજીવ આવાસ યોજના નિષ્ફળ રહી હોય અને લોકો રહેવા મજબુર ન બનતા હોવા છતાં પણ નગરપાલિકાએ કરોડો રૂપિયાનું આધાર કરી કોન્ટ્રાક્ટરને 24 કરોડમાંથી 12 કરોડ રૂપિયા ચૂકવી આપ્યા છે અને સમગ્ર રાજીવ આવાસ યોજના ખંડેર અવસ્થામાં જોવા મળી રહી છે.
Image preview
રાજીવ આવાસ યોજનાના મકાનો ઊભા કરવામાં આવ્યા બાદ ઘણા મકાનોના બારી બારણાની પણ ચોરી થઈ ગઈ છે અને કોન્ટ્રાક્ટરથી બાબતે ફરિયાદ પણ કરી હોવાની માહિતી પાલિકામાંથી મળી રહી છે. જ્યારે રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ રહી હોય તો કોન્ટ્રાક્ટરે અન્ય વધુ બ્લોક બનાવવાની જરૂર નહોતી અને નગરપાલિકાએ પણ આ યોજના સફળ થાય તેવા કોઈ અણસારો ન હોય તો તેને રોકવાની જરૂર હતી પરંતુ કરોડો રૂપિયાનું આંધણ કરી સમગ્ર રાજીવ આવાસ યોજના ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગઈ છે, અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
ભરૂચમાં રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ રહી હોય અને લાભાર્થીઓ પણ મકાનમાં રહેવા આવતા ન હોવાના સમગ્ર પ્રકરણમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા. ચીફ ઓફિસર એ કહ્યું હતું કે રાજીવા આવાસ યોજના સફળ થાય તેના પ્રયાસો કરીએ છીએ પરંતુ કોઈ એનકેન પ્રકારે રહેવા જવા મજબૂર નથી. આગામી દિવસોમાં હજુ સ્લમ વિસ્તારોમાં લોકો સાથે બેઠકો કરી રાજીવ આવાસ યોજના સફળ થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું કહી ચીફ ઓફિસર પોતાનો બચાવ કરી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, વરૂણ નગરપાલિકાની રાજીવ આવાસ યોજના નિષ્ફળ નિવડવાની હોવા છતાં તેની પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આખરે લાભ કોને હતો તે એક તપાસનો વિષય બની ગયો છે. જોકે હાલ તો રાજીવ આવાસ યોજના નિષ્ફળ ગઈ હોય અને 12 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવી આપ્યા હોવાના કારણે ભરૂચ નગરપાલિકાની તિજોરીને મોટું નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો આવનાર સમયમાં સુરત નગર કમિશનરમાં પહોંચે તેવા એંધાણો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.