Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: મક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં ગણેશ ચતુર્થીની રજા ના રાખતા વિવાદ, વાંચો સંપૂર્ણ અહેવાલ

હિન્દૂ સંગઠનોના હોબાળા બાદ રજા આપી મામલો થાળે પડયો સંગઠનો દ્વારા હોબાળો મચાવતા શાળાના સંચાલકોએ નિયમો અનુસરવા પડ્યા શાળા સંચાલકોએ ભૂલ સ્વીકારતા મામલો થાળે પડયો Bharuch: ભરૂચની મક્તમપુર યુનિવર્સલ સ્કૂલ લઘુમતી સ્કૂલમાં તમામ ધર્મના લોકો અભ્યાસ કરતા હોય અને...
bharuch  મક્તમપુર યુનિવર્સલ સ્કૂલમાં ગણેશ ચતુર્થીની રજા ના રાખતા વિવાદ  વાંચો સંપૂર્ણ અહેવાલ
  1. હિન્દૂ સંગઠનોના હોબાળા બાદ રજા આપી મામલો થાળે પડયો
  2. સંગઠનો દ્વારા હોબાળો મચાવતા શાળાના સંચાલકોએ નિયમો અનુસરવા પડ્યા
  3. શાળા સંચાલકોએ ભૂલ સ્વીકારતા મામલો થાળે પડયો

Bharuch: ભરૂચની મક્તમપુર યુનિવર્સલ સ્કૂલ લઘુમતી સ્કૂલમાં તમામ ધર્મના લોકો અભ્યાસ કરતા હોય અને ગણેશ ચતુર્થીના દિવસે જાહેર રજા હોય છતાં શાળા ચાલુ રાખતા હિન્દૂ સંગઠનોએ ભારે હોબાળો થયો હતો. આખરે ગુજરાતી મીડીયમના ક્લાસ પૂર્ણ થયા બાદ ઈંગ્લીશ મીડિયામાં બાળકોને રજા આપતા આખરે શાળા સંચાલકોએ ભૂલ સ્વીકારતા મામલો થાળે પડયો હતો. પરંતુ હિન્દૂ સંગઠનોએ શિક્ષણ મંત્રી સુધી રજૂઆત પહોંચાડી હોવાની માહિતી સામે આવી રહી છે.

Advertisement

Bharuch ના મક્તમપુરમાં યુનિવર્સલ સ્કૂલ અને લિટલ સ્ટાર સ્કૂલ કાર્યરત છે. આ શાળા લઘુમતી ટ્રસ્ટ સંચાલિત હોય પરંતુ આ શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસ કરતા હોય અને શાળામાં ઘણા નિયમોનું પાલન પણ થતું હોય પરંતુ હાલમાં ગણેશ ચતુર્થ ની જાહેર રજા હોય જેથી ભરૂચની તમામ શાળાઓમાં રજા હોવા છતાં મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવતા અને આ સ્કૂલમાં તમામ ઘર્મના લોકો હોવા છતાં હિન્દૂ તહેવારોમાં રજા ન આપતા હોવાના આક્ષેપ સાથે હિન્દૂ સંગઠનોએ શાળા ઉપર હોબાળો મચાવી પ્રિન્સિપાલ ને રજૂઆત કરી હતી. ઈંગ્લીશ મીડીયમ ક્લાસ શરુ થતા જ બાળકોને રજા આપવાની નોબત આવી હતી.

આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે મળી આવી નકલી કોલેજ, 10 વર્ષથી અપાતી હતી ડિગ્રીઓ

Advertisement

બાળકોને વાલીઓ સ્કૂલેથી લઈ જાય તેવા વોટ્સઅપ ઉપર મેસેજ મુકવાની ફરજ પડી હતી અને ગણેશ ચતુર્થીના દિવસે સ્કૂલ ચાલુ હોય તે મુદ્દે શાળાના પ્રિન્સિપાલ મુસ્તાકભાઈ મલેકે કહ્યું હતું કે આંનદ ચૌદશ ગણેશ વિસર્જન માટેની રજા બાળકોની સુરક્ષા માટે હોય છે. જેથી ગણેશ ચતુર્થીના દિવસે શાળા ચાલુ રાખેલી અને કેટલાક સંગઠનોની રજૂઆત ધ્યાને રાખી બાળકોને રજા આપી દેવામાં આવી છે.

હિન્દૂ સંનગઠનોએ શાળાએ પહોંચી જઈ હબાળો મચાવ્યો હતો અને આક્ષેપ કર્યા હતા. આ શાળામાં બાળકોની રાખડીઓ પણ કઢાવી નાખવામાં આવતી હોય અને બાળકીઓને મહેંદી પણ ન લગાડવામાં આવતી ન હોય અને સરકારની ઉપર હોય તે પ્રકારે મેનેજમેન્ટ ચાલતું હોય તેવા આક્ષેપ થયા હતાં. આ સાથે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ હોવાથી હિન્દૂ સંગઠનોએ શાળા ઉપર દોડી આવી શાળા મેનેજમેન્ટને જાહેર રજાનું ભાન કરાવ્યું છે. એટલા માટે જ શાળા સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી બાળકોને રજા આપી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Chandreshkumar Borisagar: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત

શાળા સંચાલકોની મનમાની ચલાવી નહીં લેવાઈ: દિલીપ બારોટ

Bharuch માં મક્તમપુરની શાળા ગણેશ ચતુર્થીનો તહેવાર હોવા છતાં ચાલુ રાખી હોય અને સામાન્ય રીતે આનંદ ચૌદશની શાળામાં રજા હોય છે. પરંતુ આનંદ ચૌદશની જગ્યાએ ગણેશ ચતુર્થીની દિવસે રજાને કન્વર્ટ કરી હોય તેવું રટણ કરી રહ્યા છે, પરંતુ શાળા મેનેજમેન્ટ સરકારની ઉપર નથી અને સરકારના નીતિ નિયમ મુજબ શાળા ચલાવવી જોઈએ પરંતુ શાળા મેનેજમેન્ટ પોતાની મનમાની થી ચલાવી રહ્યા છે. જે ચલાવી નહીં લેવાય જેથી હિન્દૂ સંગઠનોએ શાળાએ જઈ રૂબરૂ જાહેર રજાનું ભાન કરાવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: અસામાજિક તત્વો તોડફોડ કરતા રહ્યા અને પોલીસ પ્રેક્ષક બની તમાશો જોતી રહી!

આનંદ ચૌદશે રજા આપીએ એટલે ગણેશ ચતુર્થીએ શાળા ચાલુ રાખી: પ્રિન્સિપાલ

શાળામાં તમામ તહેવારોની ઉજવણી થાય છે પરંતુ આનંદ ચૌદશે શોભાયાત્રા નીકળતી હોય જેથી બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી આનંદ ચૌદશના દિવસે શાળામાં રજા રાખીએ છીએ. એટલા માટે ગણેશ ચતુર્થીના દિવસે શાળા ચાલુ રાખવામાં આવી છે. પરંતુ સંગઠનોની રજૂઆતને માન આપી બાળકોને રજા આપવામાં આવી છે અને હવે પછી આવું નહીં થાય તેમ શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક મલેકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Advertisement

.