Bharuch: આને બાપ કહેવાય ખરો? પોતાની સગી દીકરીને ગર્ભવતી બનાવી અને...
- નરાધમ બાપે પત્નીની મદદખી દીકરીના બાળ લગ્ન કરાવી દીધી
- બાપે દીકરી સાથે દુષ્કર્મ આચરતા પોલીસે જેલ ભેગો કર્યો
- બાપ-દીકરીના સંબંધને લજવતો હેવાન બાપ
Bharuch: દીકરીને તેનો પિતા સૌથી વધારે વ્હાલા હોય છે, તો સામે બાપને પણ પોતાની દીકરી સૌથી વધારે વ્હાલી હોય છે. પરંતુ અત્યારે બાપ-દીકરીના સંબંધને લજવે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ભરૂચ (Bharuch) જિલ્લામાં સગા બાપે જ પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરી 2 વખત ગર્ભ રાખી દીધો હતો.ત્યારબાદ પોતાનું પાક છુપાવવા બીજી પત્નીના સહકારથી ભોગ બનનારનું બાળ લગ્ન કરાવી દીધા હતા. અત્યારે નરાધમ બાપની ધરપકડ બાદ સાવકી માતાની પણ ધરપકડ કરી બંનેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ સાથે ભોગ બનનારને સુરક્ષિત રીતે નારી કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.
આ પણ વાંચો: શું હીરા ઉદ્યોગમાં મંદી આવી? સુરતની એક કંપનીએ 50,000 કર્મચારીઓને...
સગા બાપે પોતાની દીકરીનું સતત શારીરિક શોષણ કર્યું
સગા બાપે જ પોતાની જ દીકરીને અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. મામલે અગાઉ એક વખત સગા બાત થકી દીકરી ગર્ભવતી બની હતી. જેનો ગર્ભપાત પણ આયુર્વેદિક ઉપાયથી કરાવ્યો હતો. ત્યારબાદ પણ સગા બાપે પોતાની દીકરીનું સતત શારીરિક શોષણ કરી વડોદરામાં લઈ જઈ તેણીની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી સતત બીજી વખત પણ સગી દીકરીને ગર્ભવતી કરી હતી. જે પ્રકરણમાં સગા બાપે પોતાનું પાપ છુપાવવા માટે પોતાની દીકરીનું દાહોદના કિશોર સાથે બાળ લગ્ન કરાવી પોતાનું પાપ છુપાવી દેવાના પ્રયાસ કર્યો હતા.
આ પણ વાંચો: AMC માં અધિકારીઓએ જમાવ્યો છે અડ્ડો! કેમ નથી કરવામાં આવી રહીં બદલી?
આને બાપ નહીં શૈતાન કહેવાય?
લાખ પ્રયત્નો કરવામાં આવે પરંતુ આખરે સગા બાપનું કૃત્ય સામે આવતા સાવકી માતાએ જ પીડિતા સાથે સગા બાપ સામે દુષ્કર્મ, પોકસો અને બાળ લગ્ન અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન ભોગ બનનારની સાવકી માતા સોના પણ ગર્ભવતી હોય અને તેણીએ પણ પતિને સહકાર આપી દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીને બાળ લગ્ન કરાવી દેવાના પ્રકરણમાં સાવકી માતાની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ભોગ બનનાર નિરાધાર થતા તેણીનીને ભરૂચના નારી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે.ઉલ્લેખનીય બાબતે એ છે કે, બાળ લગ્નના પ્રકરણમાં સાવકી માતા પણ સગર્ભા હતી અને તેણીને પણ સાતમો મહિનો હોવાની માહિતી મળતા સબ જેલમાંથી સારવાર માટે ભરૂચ (Bharuch) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની માહિતી સાંભળી રહી છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મોટા સમાચાર, 25 ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે