ભરૂચ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 61.07 ટકા, ગત વર્ષની તુલનામાં 3.59 ટકા ઓછું પરિણામ
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં જિલ્લામાં આ વર્ષે કુલ 18261 વિધાર્થીઓ ધોરણ 10માં પરીક્ષા આપી હતી જેનું રિઝલ્ટ આજે જાહેર થતાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓની પણ આતુરતાનો અંત આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ધો.10માં કુલ 18261 વિધાર્થીઓની પરિક્ષા 32 કેન્દ્ર પર લેવાઈ હતી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પુરી થઇ ગઈ હતી ત્યારથી વિધાર્થીઓ અને વાલીઓ કાગાડોળે પરિણામની રાહ જોઇ રહ્યા હતા.જેનું આતુરતાનો અંત આજે પરિણામ જાહેર થતા આવ્યો.
ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં સવારથી જ વિધાર્થીઓએ http://www.gseb.org પરથી પોતાનું પરિણામ ઓનલાઇન જોવા માટે વહેલી સવારથી જ મોબાઈલ ઉપર તપાસ શરૂ કરી હતી અને ઘણા વિદ્યાર્થીઓએ પાસ સાથે સારી ટકાવારી મેળવતા ખુશીનો માહોલ ઉભો થયો હતો ભરૂચ જિલ્લાનું પરિણામ 61.07 ટકા નોંધાયું છે જે ગત વર્ષની તુલનામાં 3.59 ટકા ઓછું છે
તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં ધોરણ 10માં A-1 ગ્રેડમાં 102 વિદ્યાર્થીઓ અને A-2 ગ્રેડમાં 791 વિદ્યાર્થીઓ સાથે ભરૂચ જિલ્લાનું આ વર્ષનું 61.07 ટકા રિઝલ્ટ આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ધોરણ 10 માં ભરૂચના 13 કેન્દ્રોનું સૌથી વધુ પરિણામ અને જિલ્લાના દરિયા કેંન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે..વધુ માં જિલ્લાની 3 શાળાનું 0 ટકા , 26 શાળાનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું છે.
આ વર્ષે જિલ્લામાં 18261 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં પરીક્ષા આપી હતી જેમાંથી 11,152 પાસ થયા છે જ્યારે 7109 વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ થયા છે..ભરૂચ શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાએ તમામ ધોરણ 10 માં પાસ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષામાં મહેનત કરી ફરી પરીક્ષા આપી લક્ષય હાંસલ કરવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એક જ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ આવનાર સમયમાં પરીક્ષાનું આયોજન થનાર છે અને વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી હજુ પણ મહેનત કરી એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પાસ થઈ શકે તે માટે મહેનત કરવા માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ અપીલ કરી હતી. પરિક્ષામાં બી-1 ગ્રેડ મેળવનાર અને ગણિત વિષયમાં 93 માર્કસ મેળવનાર જ્હાનવી મકવાણાએ કહ્યું હતું કે મારી ઈચ્છા એડવોકેટ બનવા સાથે જનરલિસ્ટ બનવાની છે તેણે કહ્યું કે તેના સારા પરિણામનો શ્રેય શાળાના શિક્ષકો, આચાર્ય અને માતા-પિતાને જાય છે.