Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ ઉપરના માર્ગનો ડામર ઓગળ્યો, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

ભરૂચ જિલ્લામાં 43 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી રહ્યું છે અને સતત આકાશમાંથી વરસી રહેલા અગન ગોળાના કારણે માર્ગ ઉપર ડામર પણ ઓગળી રહ્યો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બંને તરફનો માર્ગ સતત તાપમાન વધવાના કારણે ડામર ઓગળી...
ભરૂચ   નર્મદા મૈયા બ્રિજ ઉપરના માર્ગનો ડામર ઓગળ્યો  વાહન ચાલકોમાં અકસ્માતનો ભય
Advertisement

ભરૂચ જિલ્લામાં 43 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી રહ્યું છે અને સતત આકાશમાંથી વરસી રહેલા અગન ગોળાના કારણે માર્ગ ઉપર ડામર પણ ઓગળી રહ્યો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બંને તરફનો માર્ગ સતત તાપમાન વધવાના કારણે ડામર ઓગળી ગયો છે જેના કારણે અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં દિવસે અને દિવસે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે અને શહેરીજોનો શેકાઈ રહ્યા છે. બપોરના સમયે ભરૂચ શહેરના માર્ગો વાહન વ્યવહાર નહીવત થવાના કારણે સૂમસામ બની રહ્યા છે. ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો ઘરમાં જ કુલર પંખા અને એસી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે અને 43 ડિગ્રીના તાપમાન વચ્ચે ભરૂચ શહેરના જાહેર માર્ગો પરના ડામર ઓગળી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત તાપમાન વધવાના કારણે ડામર ઓગળી રહ્યો છે. વાહનોના ટાયર ચોંટવા સાથે રાહદારીઓના ચપ્પલો પણ ચોંટી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના ઘણા વિસ્તારોના જાહેર માર્ગો ઉપર તાપમાનના કારણે ડામર ઓગળી રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ભરૂચ શહેર જિલ્લામાં તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે અને 43 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ મજૂરીયાત વર્ગ પેટીયુ રડવા માટે ધમ ધોખતા તાપ વચ્ચે પણ પોતાની મજૂરી કરી રહ્યા છે અને ખુલ્લા વાહનોમાં આકરા તાપ વચ્ચે પણ ટેકરોમાં મુસાફરી કરવા માટે મજબુર બન્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

અહેવાલ : દિનેશ મકવાણા

આ પણ વાંચો : Bharuch : મુક બધિર કિશોરની કાયમ માટે જતી આંખ ડોક્ટરોએ બચાવી

Tags :
Advertisement

.

×