Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : અંકલેશ્વર નગરપાલિકામાં રીક્ષા એસોસિએશનના સભ્યોની પ્રથમ રજૂઆતને ધ્યાને લઈ વિવિધ સ્થળોએ 30 સ્ટેન્ડ ફાળવણીને સર્વાનુ મતે મંજૂરી

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ભરૂચ રીક્ષા એસોસિએશન છેલ્લા ઘણા સમયથી રીક્ષા ચાલકો માટે રિક્ષા સ્ટેન્ડની ફાળવણીને લઈ વારંવાર વિરોધ પ્રદર્શન માટે મેદાનમાં ઉતરતા હોય છે, આવો જ એક વિરોધ પ્રદર્શન કરવા અંકલેશ્વર નગરપાલિકામાં...
bharuch   અંકલેશ્વર નગરપાલિકામાં રીક્ષા એસોસિએશનના સભ્યોની પ્રથમ રજૂઆતને ધ્યાને લઈ વિવિધ સ્થળોએ 30 સ્ટેન્ડ ફાળવણીને સર્વાનુ મતે મંજૂરી
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ભરૂચ રીક્ષા એસોસિએશન છેલ્લા ઘણા સમયથી રીક્ષા ચાલકો માટે રિક્ષા સ્ટેન્ડની ફાળવણીને લઈ વારંવાર વિરોધ પ્રદર્શન માટે મેદાનમાં ઉતરતા હોય છે, આવો જ એક વિરોધ પ્રદર્શન કરવા અંકલેશ્વર નગરપાલિકામાં પહોંચતા અંકલેશ્વર નગરપાલિકાએ 2 મહિના પહેલા 30 સ્ટેન્ડની ફાળવણી કરી દીધી હોવાનો ભાંડો ફૂટતા વિરોધ કરવા નીકળેલાઓએ નગરપાલિકાના પદ અધિકારીઓને અભિનંદન પાઠવવાની નોબત આવી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થતા રીક્ષા એસોસિએશનના પ્રમુખે 2 મહિના પહેલા અંકલેશ્વર પંથકમાં રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે જે તે સમયના નગરપાલિકાના પ્રમુખ ને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈ જે તે સમયે નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણીને સર્વનું મતે મંજૂરી મળી હતી અને અંકલેશ્વર નગરપાલિકાની હદમાં ચોટા બજાર અંદાડી ભાગોળ ભરૂચ જવાના અંદાડા રોડ ગળખોલ સહિત 30 જેટલા સ્થળો ઉપર રિક્ષા સ્ટેન્ડ બનાવવા માટેની મંજૂરી મળી ગઈ હતી.
Image preview
પરંતુ આ વાતની જાણ રિક્ષા એસોસિએશનના સભ્યોને થઈ ન હતી, જેના કારણે આજ રોજ 12 મી ડિસેમ્બરે રિક્ષા એસોસિએશન ફરી એકવાર રિક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે અંકલેશ્વર નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા અને નગરપાલિકાના પ્રમુખની કેબિનમાં રજૂઆત કરતા જ રીક્ષા એસોસિએશનના સભ્યોને નગરપાલિકાના પ્રમુખે કહ્યું 30 રિક્ષા સ્ટેન્ડની તો ફાળવણી થાય છે, જેને લઇ વિરોધ અને રજૂઆત કરવા આવેલા લોકોના હોશ ઉડી ગયા અને વિરોધ કરવાનો વંટોળ ઊલટો વળી ગયો અને નગરપાલિકાના પ્રમુખને રીક્ષા સ્ટેન્ડની ફાળવણી બદલ અભિનંદન પાઠવવા માટે રજૂઆત કરવા આવેલા લાગી ગયા હતા.
Image preview
અત્રે ઉલ્લેખની એ બાબતે એ પણ છે કે અંકલેશ્વર નગરપાલિકામાં એસોસિએશનના સભ્યોએ એકવાર રજૂઆત કરી અને 30 સ્ટેન્ડ ફાળવણી થઈ ગઈ પરંતુ ભરૂચ શહેરની હદમાં પણ ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને રાહત મળે તે માટે રીક્ષા એસોસિએશન એ પણ ભરૂચ નગરપાલિકાને 2 વર્ષમાં 10 વખત અને કલેક્ટરમાં પણ રજૂઆત કરી છે. છતાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી ન કરાય હોય તેવા આક્ષેપ સાથે રીક્ષા એસોસિએશનના સભ્યોમાં નગરપાલિકા સામે પણ છુપો રોષ જોવા મળ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.