Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : મોબાઇલમાં ગેમના રવાડે ચડેલા યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો

ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં નાનાથી માંડી મોટાના હાથમાં હવે એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળતો હોય છે અને એન્ડ્રોઇડ મોબાઇલમાં પણ વિવિધ એપમાં આવતી ગેમો રમવામાં મગ્ન જોવા મળતા હોય છે પરંતુ મોબાઇલની ગેમ ઘણી વખત જોખમકારક સાબિત થાય છે મોબાઇલમાં...
bharuch   મોબાઇલમાં ગેમના રવાડે ચડેલા યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું  જાણો સમગ્ર મામલો

ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં નાનાથી માંડી મોટાના હાથમાં હવે એન્ડ્રોઇડ મોબાઈલ જોવા મળતો હોય છે અને એન્ડ્રોઇડ મોબાઇલમાં પણ વિવિધ એપમાં આવતી ગેમો રમવામાં મગ્ન જોવા મળતા હોય છે પરંતુ મોબાઇલની ગેમ ઘણી વખત જોખમકારક સાબિત થાય છે મોબાઇલમાં ગેમના રવાડે ચડેલા યુવકે ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે જેના કારણે વાલીઓ માટે પણ બાળકોને મોબાઈલ આપવો લાલબત્તી સમાન સાબિત થયો છે

Advertisement

પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો 

ભરૂચના એક સ્લમ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવક મેલાભાઈ વિનોદભાઈ વસાવા કે જેઓ પોતાના મોબાઈલમાં ગેમ રમવાના રવાડે ચડ્યા હતા અને વધુ પ્રમાણમાં તેઓ મોબાઇલમાં ગેમ રમવાનો શોખ ધરાવતા હતા અને તેઓએ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં જ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારે પોતાનો એક દીકરો ગુમાવવાની નોબત આવી છે અને એટલા માટે જ જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે તેના માતા પિતા પણ પોતાના સંતાનોને વધુ પ્રમાણમાં મોબાઇલમાં ગેમ રમવા માટે મોબાઈલ ન આપવા માટે અપીલ કરી રહ્યા છે

Advertisement

માણમાં મોબાઈલનો ઉપયોગ કરવો જોખમકારક સાબિત   થયા  છે 

સોશિયલ મીડિયાના જમાનામાં એન્ડ્રોઇડ મોબાઇલમાં વધુ પ્રમાણમાં ગેમ રમવી જોખમકારક સાબિત થાય છે સાથે ગેમ વધુ પ્રમાણમાં રમવાના કારણે માનસિક રીતે પણ અસર થતી હોવાની માનવામાં આવે છે અને વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરવો જોખમકારક સાબિત થતું હોવાનું પણ તબીબો માનતા હોય છે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડો. ગોપીકા મિખીયાનો સંપર્ક કરતા તેઓએ પણ કહ્યું હતું કે મોબાઈલમાં ઘણી વખત ગેમ રમવા સાથે રૂપિયા કમાવવા માટેની એપ હોય છે અને હારજીત ના કારણે પણ માનસિક રીતે ઘણી વખત લોકો આપઘાત કરતા હોય છે ત્યારે વધુ પ્રમાણમાં જો બાળકોને મોબાઇલમાં ગેમ રમવાની ટેવ હોય તો વાલીઓએ ચેતવાની જરૂર છે કારણ કે મોબાઇલમાં ગેમ રમવાના કારણે પણ માનસિક અસર થતી હોય છે અને ક્યારેક આપઘાત જેવા બનાવો બનતા હોય છે અને ગઈકાલે જે યુવકે આપઘાત કર્યો છે તે પણ મોબાઇલમાં વધુ પડતી ગેમ રમવાથી ટેવાયેલો હોય અને તેને માનસિક રીતે પણ આપઘાત કર્યો હોય તેવું માનવામાં આવે છે

Advertisement

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઉનાળાના વેકેશનમાં પણ રજાના સમયે ઘણી વખત બાળકો મોબાઇલમાં ટેવાઈ ગયા હતા અને હવે શિક્ષણકાર્ય શરૂ થતા બાળકો પણ મોબાઈલના રવાડે ચડ્યા છે જેના કારણે ઘણા બાળકોને વાલીઓએ મોબાઈલની ટેવ થી દૂર કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વાલીઓએ પણ બાળકો સામે વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે માતા-પિતા જ વધુ પડતા મોબાઈલમાં મગ્ન બનતા હોય તો બાળકો મોબાઇલ વાપરવાની જીદ કરતા હોવાનું પણ માનવામાં આવે છે

એન્ડ્રોઇડ મોબાઈલ બાળકો માટે જોખમકારક..?
કોરોના કારમાં ઓનલાઇન શિક્ષણ શરૂ થયા બાદ ઘણા બાળકો એન્ડ્રોઇડ મોબાઇલમાં ગેમ ના રવાડે ચડ્યા છે જેના કારણે શિક્ષણ કાર્ય પણ ઘટ્યું છે એસએસસી બોર્ડના પરિણામમાં પણ ગત વર્ષની તુલનામાં ચાર ટકા પરિણામ ઓછું આવ્યું છે અને તેનું પરિણામ સોશિયલ મીડિયાના જમાના ને માનવામાં આવે છે વધુ પડતો મોબાઈલ વાપરવાના કારણે શિક્ષણનું સ્થળ ઘટી રહ્યું છે ઓનલાઇન શિક્ષણની લાહયમાં માતા-પિતા બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે પરંતુ તે ખરેખર શિક્ષણ મેળવે છે કે પછી મોબાઈલનો દૂર ઉપયોગ કરે છે તે પણ એક વાલીઓ માટે તપાસનો વિષય બની જતો હોય છે

શિક્ષણ મેળવવાના સમયે બાળકોને મોબાઇલ આપવો નુકસાનકારક..?
શિક્ષણના સમયે ઘણી વખત ઓનલાઇન શિક્ષણના ઓથા હેઠળ વિદ્યાર્થીઓ એન્ડ્રોઇડ મોબાઇલમાં ગેમના રવાડે ચડી જતા હોય છે અને ઓનલાઇન ગેમ ઘણી વખત જોખમકારક સાબિત થતી હોય છે ઓનલાઇન ગેમના રવાડે ચડેલા બાળકો એક મેકને પોતાના મોબાઈલ નંબરો શેર કરતા હોય છે જેનું પરિણામ ભયંકર આવતું હોય છે અને તેમાંય યુવાનો સગીરાઓને ઓનલાઈન ગેમ માં જ નિશાન બનાવતા હોય છે અને ભરૂચમાં આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં ઓનલાઇન ગેમમાંથી યુવતીઓ યુવકો સાથે સંપર્કમાં આવ્યા હોય અને તેઓ ભાગી ગયા હોય ત્યારે બાળકોને વધુ પ્રમાણમાં મોબાઈલ આપો પણ જોખમકારક સાબિત થતો હોય છે

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ

આ પણ  વાંચો -પ્રેમ સંબંધમાં પતિએ જ પત્નીની હત્યા કરી લૂંટનું તરકટ ઉભુ કર્યું હોવાનો ઘટસ્ફોટ 

Tags :
Advertisement

.