Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha: અજાણી લિંક આવે તો ચેતજો! PMJY ની લિંક ખોલતા ચાર પશુપાલકોએ 3.84 લાખ રૂપિયા ગુમાવ્યા

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો સાઇબર ક્રાઇમના શિકાર બન્યા PMJY ની લિંક ખોલતા ખાતામાંથી 3.84 લાખ કપાઈ ગયા દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં PMJY ની લિંક મળી Banaskantha: જો તમે ખેડૂત છો અને તમારા ફોનમાં કોઈ અજાણી લિંક આવે છે...
banaskantha  અજાણી લિંક આવે તો ચેતજો  pmjy ની લિંક ખોલતા ચાર પશુપાલકોએ 3 84 લાખ રૂપિયા ગુમાવ્યા
  1. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો સાઇબર ક્રાઇમના શિકાર બન્યા
  2. PMJY ની લિંક ખોલતા ખાતામાંથી 3.84 લાખ કપાઈ ગયા
  3. દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં PMJY ની લિંક મળી

Banaskantha: જો તમે ખેડૂત છો અને તમારા ફોનમાં કોઈ અજાણી લિંક આવે છે તો તેને ખોલતા પહેલા સો વખત વિચાર કરજો. કારણે કે, બનાસકાંઠામાં ચાર પશુપાલકોએ એક લિંક ખોલી અને ખાતામાંથી લાખો રૂપિયા કપાઈ ગયા છે. જી હા વિગતે વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો સાઇબર ક્રાઇમના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. તેમના ફોનમાં PMJY ની લિંક આવી અને તેના ઉપર ક્લિક કરતા ચાર પશુપાલકોના ખાતામાંથી રૂપિયા 3.84 લાખ કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો: આનાથી મોટું સન્માન બીજું કયું હોઈ શકે! શિક્ષકની વિદાયમાં વિદ્યાર્થીઓ ચોધાર આંસુડે રડ્યા, જુઓ Video

બનાસકાંઠાના દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને આ લિંક મળી

વડગામના સકલાણા ગામના ત્રણ અને મુંમનવાસ ગામના એક પશુપાલક આ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. પાલનપુર અને વડગામ સહિતની દૂધ મંડળીના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં PMJY ની લિંક મળી હતી. જોકે પોલીસે કોઈ લિંક ઓપન ના કરવા અગાઉ સચેત પણ કર્યા હતા અને આવું બને તો 1930 પર ફરિયાદ કરવા સલાહ આપી હતી. આ ખેડૂતોના ખાતામાં લાખો રૂપિયા કપાઈ ગયા છે અને ભૂલ માત્ર એટલી જ કે ફોનમાં આવેલી PMJY ની લિંક ઓપન કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Rajkot: BJP ના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થયા અભદ્ર વીડિયો, કોણે શેર કરી આ પોસ્ટ?

આવું કઈ બને તો પોલીસના જણાવ્યાનુસાર 1930 પર ફરિયાદ કરો

નોંધનીય છે કે, તમારા ફોનમાં પણ આવી કોઈ લિંક આવે તો તેને ખોલવી નહી. આ સાથે આવી કોઈ ઘટના બને તો તે અંગે પોલીસના જણાવ્યાનુસાર 1930 પર ફરિયાદ કરી દેવી. આ માહિતી દરેક પાસે હોવી જોઈએ. કારણે કે, અત્યારે હજારો લોકો આવા સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યાં છે. ખાસ કરીને અભણ લોકો આનો શિકાર વધારે બને છે. કારણે તેમને આના વિશે કોઈ ખ્યાલ હોતો નથી અને આવી લિંક ઓપન કરી દેતા હોય છે. બનાસકાંઠા (Banaskantha)ના પશુપાલકો સાથે પણ આવું જ બન્યું અને બેંક ખાતામાંથી 3.84 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. જેથી સર્તક રહો, સાવધાન રહો અને આવું કઈ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરો.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: માતાની મમતા લજવાઈ! ગોધરા રેલવે સ્ટેશન પર રેલવેના ટોઇલેટ માંથી બાળક મળી આવ્યું

Tags :
Advertisement

.