Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: સોશિયલ મીડિયાથી થઈ જાઓ સાવધાન! બે લોકોએ 1 કરોડ 75 લાખ ગુમાવ્યા

અજાણ્યા લોકો સામે છેતરપિંડી, સાયબર એક્ટ મુજબ ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીના કેસો વધવા લાગ્યા કોઈ અજાણ્યા નંબરથી લિંક આવે તો ચેતી જજો! Bharuch: ભરૂચમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે સોશિયલ મીડિયા ઉપર અડધા લાખ સામે સવા કરોડ ગુમાવતા છેતરપિંડીની...
bharuch  સોશિયલ મીડિયાથી થઈ જાઓ સાવધાન  બે લોકોએ 1 કરોડ 75 લાખ ગુમાવ્યા
  1. અજાણ્યા લોકો સામે છેતરપિંડી, સાયબર એક્ટ મુજબ ફરિયાદ
  2. સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીના કેસો વધવા લાગ્યા
  3. કોઈ અજાણ્યા નંબરથી લિંક આવે તો ચેતી જજો!

Bharuch: ભરૂચમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે સોશિયલ મીડિયા ઉપર અડધા લાખ સામે સવા કરોડ ગુમાવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ટેલીગ્રામ અને વોટ્સએપ ઉપર ભેજાબાજોના સકંજામાં આવેલા ભરૂચ (Bharuch)ના ફરિયાદીએ 01,20,34,625 રૂપિયા તબ્બકા વાર ગુમાવતા છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. રૂપિયા ઈન્વેસ્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચે ડમી વેબસાઈટની લિંકમાં સાયબર ફ્રોડમાં સવા કરોડ ગુમાવવા પડ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Gondal: શિવમ્ રેસીડેન્સીમાં બે મકાનમાં થઈ ચોરી, લોકોએ પોલીસ પાસે કરી આ માંગણી

અજાણ્યા સાયબર ફ્રોડો સામે છેતરપિંડીની ફરિયાદ

‘લોભયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ બેંકમાં ઈન્વેસ્ટ કરવાની લાલચે ભરૂચ (Bharuch)ના દહેગામના ફરિયાદીએ વધુ વળતર મેળવવાની લાલચે અજાણ્યા ભેજાબાજોની ડમી વેબસાઈટની લિંકમાં ફસાઈ જતા 11,20,34,625 રૂપિયાની છેતરપિંડી નો ભોગ બન્યા હોવાના કારણે તાત્કાલિક ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડો સામે છેતરપિંડી,સાયબર એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

અજાણી લિંક આવે તો ચેતી જજો!

ભરૂચ (Bharuch) જીલ્લાના દહેગામના હાફેજી ફળિયામાં રહેતા નુમેર મુસ્તાકઅલી મોહમ્મદ ઈસ્માઈલ પટેલ નાઓ એ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, અજાણયા મોબાઈલના વોટ્સઅપ નંબર 8904681910 ઉપરથી અર્શિતા શર્મા નામની અજાણી વ્યક્તિ ઉપરથી એક લિંક વળી ટેલીગ્રામ યુઝર નામની લિંક આવી હતી. જેમાં ફરિયાદીને લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ફરિયાદી પાસેથી કુલ 01,20,81,054 જમા કરાવડાવી અને કુલ 46,425 પરત કરી કુલ રૂપિયા 01,20,34,625 ની અજાણ્યા ભેજાબાજોએ સાયબર ફ્રોડ કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબરમાં નોંધાવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ગરીબો સાથે આવાસના નામે કરવામાં આવી છેતરપિંડી, 40 થી વધારે લોકો સાથે...

Advertisement

ભરૂચમાં થઈ 1 કરોડ 75 લાખની છેતરપિંડી

સાયબર પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસીની કલમ 406, 419, 420 પૂર્વ આયોજીત કાવતરું અંગે 120 બી,સાયબર એક્ટ 2008, 66 સી અને 66 ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભરૂચના સાયબર પોલીસ મથકમાં વધુ એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી શ્રવણ ચોકડી મંગલતીર્થ સોસાયટીના રહીશ પ્રદિપ ગુણવતરાય ભટ્ટ નાઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કર્યા છે કે, અજાણ્યા વોટ્સએપ ગૃપ ઈન્વેસ્ટર એલાઈન્સના ગૃપ એડમીન તરીકે કૃણાલસિંગ નામના અજાણયા વ્યક્તિએ વોટ્સઅપ નંબર તથા મીરા ખાન કે જેનો વોટ્સએપ નંબર પરથી તથા અન્ય એક અજાણયા વ્યક્તિ મળી ત્રણ વીઆઇપી એકાઉન્ટ સુપર વાઈઝર તરીકેની ઓળખ આપી હતી.

સાયબર પોલીસ મથકમાં વધુ એક સાયબર ફ્રોડની ફરિયાદ

ફરિયાદી સાથે પૂર્વ આયોજીત કાવતરું રચી ઓનલાઈન સ્કાય રેમ કેપીટલ નામની કંપનીની વેબસાઈટ ઉપર ઇન્સ્ટી ટ્યુસનલ એકાઉન્ટ ખોલાવામાં આવ્યું હતું. તેમાં સ્ટોક ટ્રેડિંગ કરાવી મોટી રકમનો નફો મેળવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. આમ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરિયાદીએ 53,70,633 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ સાયબર પોલીસ મથકમાં નોંધાવી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Panchmahal: મઘાસર જીઆઇડીસીમાં બંધ ફેકટરીની આડમાં ચાલતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ

Tags :
Advertisement

.