Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન એટલે પોરબંદરનું Kamalbag Police Station, મુખ્યમંત્રીએ આપ્યો એવોર્ડ

કમલાબાગ પોલીસ સ્ટેશન એટલે વર્ષ 2024 નું બેસ્ટ પોલીસ સ્ટેશન મુખ્યમંત્રીએ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇનું સન્માન કર્યું ગુજરાતના બેસ્ટ પોલીસ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો Kamalbag Police Station: ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સારા...
રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન એટલે પોરબંદરનું kamalbag police station  મુખ્યમંત્રીએ આપ્યો એવોર્ડ
  1. કમલાબાગ પોલીસ સ્ટેશન એટલે વર્ષ 2024 નું બેસ્ટ પોલીસ સ્ટેશન
  2. મુખ્યમંત્રીએ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇનું સન્માન કર્યું
  3. ગુજરાતના બેસ્ટ પોલીસ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો

Kamalbag Police Station: ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સારા એવા પ્રયત્નો કરવામાં આવે છે. નોંધનીય છે કે, દર વર્ષે રાજ્યના બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2024 ના રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનની પસંદગી કરી છે. મુખ્યમંત્રીના હસ્તે પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ કાનમીયાનું વિશેષ એવોર્ડથી સન્માન કરાયું હતું. કારણે માત્ર ત્રણ મહિનામાં મોડેલ પોલીસ સ્ટેશન બનાવ્યુ છે.

Advertisement

Kamala bag Police Station

આ પણ વાંચો: Rajkot : નીલ સિટી ક્લબ ફરી આવ્યું વિવાદમાં, Viral Video સામે પૂર્વ CM, સંત અને ખેલૈયાઓએ દાખવ્યો રોષ

Advertisement

બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકેનો એવોર્ડ આપવામાં આવશે

1986 થી જે જુના રેકર્ડના પોટલા બાધેલા હતા તેના કલર બોક્સ વાઇસ સુવ્યસ્થિત ગોઠવણ કરી, નવા રંગરૂપમા કોન્ફરન્સ હોલ, પોલીસ સ્ટેશનની દિવાલો પર મહિલા જાગૃતી પેઇન્ટીંગ બનાવી સહિત કામગીરી કરી છે. સંપૂર્ણ પોલીસ સ્ટેશનને પેપરલેસ તરફ આગળ વર્ધાયુ છે. પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા, ધારાસભ્ય અજૂન મોઢવાડીયા અને રેન્જ આઇજી નિલેષ જાઝડીયા કમલાબાગ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીને વખાણીને વિશેષ ગ્રાન્ટ આપવાની ખાત્રી આપી છે.

આ પણ વાંચો: Surat : માંડવીમાં લંપટ આચાર્યની શર્મનાક કરતૂત, કોસંબામાં 18 વર્ષીય યુવતી સાથે યુવકે કર્યું અનેકવાર દુષ્કર્મ

Advertisement

છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ સ્ટેશનની કાયાપલટ કરાઈ હતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વર્ષ 2024 નું બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે કમલાબાગ પોલીસ સ્ટેશન (Kamalbag Police Station)ની પસંદગી થઈ છે. જેથી મુખ્યમંત્રી દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે. મૂળ શિક્ષક અને હાલ પીઆઇ તરીકે રાજેશ કાનમીયા કામગીરીને સાંસદ મનસુખ માંડવીયા દ્વારા પણ બિરદાવવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં પીઆઇ કાનમીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનની કાયાપલટ કરી દીધી છે. પોરબંદર સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અને રેન્જ આઇજીએ પણ વિશેષ મુલાકાત લીધી હતી. પોરબંદર પ્રથમ મોડેલ અને બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે કમલાબાગ પોલીસ મથકની પસંદગી થઈ છે.

આ પણ વાંચો: VADODARA : બફાટ કરતા સ્વામીને સનાતની સંતનો જડબાતોડ જવાબ

Tags :
Advertisement

.