Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : કોન્ટ્રાકટર પાસેથી પ્રોટેકશન મની માંગી બસીર શેખાએ ધમકી આપી

ગોંડલમાં બાંધકામ કોન્ટ્રાકટને મારી રજા લીધાં વગર મકાન કેમ બનાવે છે કહી બસીર શેખા નામના શખ્સે પ્રોટેકશન મની પેટે રૂ. 5 લાખ માંગી 20 હજાર પડાવી ધમકી આપતાં ગોંડલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના દેવપરા શેરીમાં...
gondal   કોન્ટ્રાકટર પાસેથી પ્રોટેકશન મની માંગી બસીર શેખાએ ધમકી આપી

ગોંડલમાં બાંધકામ કોન્ટ્રાકટને મારી રજા લીધાં વગર મકાન કેમ બનાવે છે કહી બસીર શેખા નામના શખ્સે પ્રોટેકશન મની પેટે રૂ. 5 લાખ માંગી 20 હજાર પડાવી ધમકી આપતાં ગોંડલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના દેવપરા શેરીમાં રહેતાં ફેસલભાઇ અમીનભાઇ ગાજીયાણી (ઉ.વ. 30) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે બસીર યુનુસ શેખાનું નામ આપ્યું હતું.

Advertisement

ધમકી આપી

વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ ગોંડલમાં છુટક મકાન તથા બાંધકામ કંટ્રકશનના કોન્ટ્રાક્ટ રાખે છે. ગઇ તા.16/07/2023 ના તેઓ દેવપરા ચોકમા હતાં ત્યારે બસીર શેખાનો ફોન આવેલ કે, તુ ક્યા છો ? તારૂ મકાન નાગર શેરીમા બને છે ને અને તુ મકાન બનાવેશ તો મને રોમા ટોકીઝ ચોકમા મળવા માટે આવવાનું કહ્યું હતું. જે બાદ તેઓ બાઇક લઈ રોમા ટોકીઝ ચોકમાં બસીર શેખાને મળવા ગયેલ હતાં. જ્યાં હાજર બસીરે તેમને કહેલ કે, રજા લીધા વગર મકાન કેમ બનાવેશ કહેતાં તેઓએ તેને કહેલ કે, તમે મને શુ કામ હેરાન કરો છો. જેથી આરોપીએ કહેલ કે, આમા તારે વહીવટ કરવો પડશે.

પાંચ લાખની માંગણી

જે મામલે ફરિયાદીએ શું વહીવટ કરવો પડશે તો આરોપીએ કહેલ કે, તારે મને પાંચ લાખ રૂપીયા આપવા પડશે જેથી તેઓએ કહેલ કે, હુ નાનો માણસ છુ મારી પાસે એટલા બધા રૂપીયા ક્યાંથી આવે તો તેણે કહેલ કે, અત્યારે વીસ હજાર રૂપીયા આપી દે કહેતા ભયભીત થયેલા ફરિયાદીએ તેને વીસ હજાર રૂપીયા આપી દિધા હતાં. તેમજ બાકીના રૂપીયા તુ જેનુ મકાન બનાવે છે તેની પાસેથી કરાવી દેવાનું કહ્યુ હતુ. જે અંગે તેઓએ કહેલ કે, હું અજમેર જાવ છુ બે દિવસ પછી કાંઇક કરાવી દેવાનું કહ્યું હતું.

Advertisement

ગોંડલ પોલીસે ગુનો નોંધ્યો

જે બાદ સમાજના આગેવાનોને વાત કરી અજમેર દર્શન કરવા જતો રહેલ અને ગઇ તા.20 ના પરત આવેલ અને ગઈકાલે બસીરનો ફોન આવેલ અને કહેલ કે, અજમેરથી આવી ગયો હોય તો મારા માટે પ્રસાદી લઇ આવ્યોને તો મને આપી દે હાલ કહેતાં તેઓ ફરી સમાજના આગેવાનો પાસે ગયેલ ત્યારે તેઓએ કહેલ કે, બે દિવસ પહેલા બસીરને બોલાવેલ અને આ બાબતે વાત કરતા તે ઉશ્કેરાઈ ગયેલ અને અમને વચ્ચે નહી પડવાની વાત કરેલ હતી. બાદમાં સાંજના તેનો ફરીથી ફોન આવેલ અને કહેલ કે, ક્યા છો ભાઇ, તુ આવ્યો નહી, તુ રોમા ટોકીઝ વાળા ચોકમા આવ તેવી ધમકી આપી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ 384 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

આ પણ વાંચો : આજે રાષ્ટ્રીય કેરી દિવસ ,ગુજરાતમાં આંબાની ખેતી સાથે સંકળાયેલા છે અંદાજે બે લાખથી વધુ ખેડૂતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.