ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NARMADA : રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવાય છે બરસાના જેવી હોળી, વાંચો અહેવાલ

કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પરંતુ જે...
11:43 AM Mar 20, 2024 IST | Harsh Bhatt

કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પરંતુ જે વૃંદાવનમાં હોળી ઉજવામાં આવે છે. તેવીજ હોળી રાજપીપળાના વૈષ્ણવસમાજ દ્વારા ધામ ધૂમથી ઉજવામાં આવે છે.

કૃષ્ણએ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી

 

રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે. અને તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી. જેમાં ચોથુંએ આ પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજ અને તેથીજ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે. જેમાં વસન્ત પંચમીના દિવસથી 40દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય અને 41 મોં દિવસએ ડોલોત્સવ તરીકે ઉજવાય છે જે ધુળેટી તરીકે પણ પ્રખ્યાત છે.

વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી ખેલે છે

હોળીના પર્વને હજુ થોડા દિવસ બાકી છે, પરંતુ તે પહેલા જ નર્મદા જીલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા હોળીની ઉજવણી શરુ કરી દેવાઈ છે. મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈ શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસુડાના રંગથી હોળીની ઉજવણી કરી નાચગાન કરે છે અને મસ્તીમાં ઝૂમે છે અને હોળીના ગીતો પણ ગાય છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી ખેલે છે અને આ હોળી ખેલી કૃષ્ણભક્તિમાં લીન થઇ ધન્યતા અનુભવે છે. આજના આધુનિક યુગમાં તહેવારોની પરંપરા ભુલાઈ રહી છે ત્યારે ભગવાનને યાદ કરી તેઓના અનુકરણ મુજબના ધાર્મિક તહેવારો ઉજવવામાં ભારત અગ્રેસર રહ્યું છે જે એક ગૌરવ સમાન છે.

આ પણ વાંચો : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરોનો વધ્યો ત્રાસ, તંત્ર ઘોર નિંદ્રામાં

Tags :
BarsanaDhuletiGujaratHoliLATTH MAAR HOLINarmadaRajpiplaVAISHNAV SAMAJwomen
Next Article