Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BANASKANTHA : જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સિઝ કરાયો

શક્તિસિંહ રાજપુત,અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કેટલાક માથાભારે તત્વો દ્વારા ગરીબોના અનાજને સગેવગે કરવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઇને જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલની સુચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષકશ્રી પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકશ્રીઓની...
banaskantha   જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સિઝ કરાયો
શક્તિસિંહ રાજપુત,અંબાજી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કેટલાક માથાભારે તત્વો દ્વારા ગરીબોના અનાજને સગેવગે કરવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઇને જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલની સુચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષકશ્રી પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકશ્રીઓની ટીમ અને મામલતદારશ્રી, દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતીયાવાસ વિસ્તારમાં આવેલ મહંમદહનીફ ગુલાબનબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતાં મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે. જે ઘઉં-૦૭ કટ્ટા ૨૫૩.૭૦૦ કિ.ગ્રા. .
તો બીજી તરફ તથા મેમણ મહોમદવારીસ ગનીભાઈ, રહે.મેમણ ઈન્દીરાનગર કોલોની, દાંતા, ધંધાનું સ્થળ ન્યુ બનાસ ટ્રેડર્સ, હડાદ રોડ, મહાલક્ષ્મી દાળબાટીની પાછળ, દાંતામાં આકસ્મિક તપાસણી કરતાં ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે. જે દુકાન નં.૧૦ ઘઉં-૨૩ કટ્ટા ખુલ્લા ૯૨૦ કિ.ગ્રા. જેની બજાર કિંમત રૂ.૨૪૮૪૦/- તથા ૫૩ કટ્ટાબંધ ૨૬૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૭૧૫૫૦/- તેમજ દુકાન નં.૧ થી ૬ ચોખા-૧૧૯ કટ્ટા, ૫૯૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૧,૬૧,૨૪૫ આમ કુલ  જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
આમ તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમ્યાન રૂ.૩,૯૮,૩૭૨  જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ છે, એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારીયાદીમાં જણાવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.