Banaskantha: પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઇ મોટા સમાચાર, ભાજપના મેન્ડેડ ઉમેદવારનો પરાજય
- માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડના ઉમેદવારો પરાજય
- ભાજપના ઉમેદવાર સામે વેપારી વિભાગના ડાયરેક્ટર યશવંત પટેલની વરણી
- યશવંત પટેલને 12,જ્યારે ભાજપના ઉમેદવારને મળ્યા માત્ર 7 મત
Banaskantha: બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઇ મોટા સમાચાર મળી રહ્યાં છે. પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડના ઉમેદવારનો પરાજય થયો છે. પાલનપુર માર્કેટ યાર્ડની વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મોટો બળવો જોવા મળ્યો છે. પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડના ઉમેદવારને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. નોંધનીય છે કે, ભાજપના ઉમેદવાર સામે વેપારી વિભાગના ડાયરેક્ટર યશવંત પટેલની વરણી થઈ છે.
આ પણ વાંચો: Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત
ભાજપના ઉમેદવાર ભગુભાઇને માત્ર 7 મત મળ્યા
માર્કેટ યાર્ડની ચૂંટણીમાં યશવંત પટેલને 12 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ભગુભાઇને માત્ર 7 મત મળ્યા હતાં. ભાજપના ઉમેદવાર ભગુભાઇ કુગસિયાની માર્કેટની ચૂંટણીમાં અવગણના કરાઈ છે. પ્રથમ ટર્મના વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થઇ હતી. જેથી ચાર દિવસ અગાઉ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. નોંધનીય છે છે ત્યારે ચેરમેનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ચેરમેન થતા તત્કાલીન ચેરમેન ફતા ધરિયાએ પોતાના મોટાભાઈ શામળ ધરિયાને ચેરમેન પદે બેસાડી દીધા હતા. જો કે, પરંતુ ચેરમેનની વરણી બિનહરીફ થઈ તો વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બળવો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: પ્રજાહિતમાં Gujarat First નો મોટો અહેવાલ! તમારા ઘરે આવતી વસ્તુઓ અસલી છે કે નકલી?
ભગુભાઈ કુગસિયા પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે
વિગતો એવી સામે આવી છે કે, વાઇસ ચેરમેન પદની ચૂંટણીમાં બળવો થતા ભાજપના ઉમેદવાર ભગુભાઈ કુગસિયા પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે. મહત્વની વાત એ છે કે, માર્કેટ યાર્ડની વાઈસ ચેરમેની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ ઉમેદવારોનો પરાજય થયો છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં પ્રથમ ટર્મના વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા મેન્ડેડ ભાજપે આપ્યો હતો, પરંતુ તે ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: Kheda: લ્યો બોલો! પોલીસ જ ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા, DYSP કચેરીમાં જ ASI દારૂ પીને પહોંચ્યા