Banaskantha: બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ બન્યા બેફામ, ખનીજ વિભાગની કાર્યવાહી
- ખનીજ વિભાગ ગત મોડી રાત્રે કરી કાર્યવાહી
- હિટાચી મશીન અને ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
- ગેર કાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપો
Banaskantha: બનાસકાંઠા (Banaskantha)માં આવેલી બનાસ નદી મોટા પ્રમાણમાં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂ-માફિયાઓ બેફામ બન્યા છે. ભૂમાફિયાઓ બનાસ નદીમાં ગેર કાયદેસર ખનન કરી રહ્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ ગત મોડી રાત્રે જુના ડીસાના વાસણા ગામે નદીમાંથી હિટાચી મશીન અને ડમ્પર સહિત 80 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે.
આ પણ વાંચો: Banaskantha: ઉમેદવારને લઈને ભાજપ-કોંગ્રેસમાં હજુ પણ અસમંજસ! કોને મળશે ટિકિટ?
ગેર કાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપો
નોંધનીય છે કે, સમગ્ર મામલે Banaskantha ખાણ ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ગત મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરાતા બનાસ નદીમાં ગેર કાયદેસર ખનન કરતા ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આવી રીતે થતા ખનનના કારણે અત્યારે મોટી સમસ્યઓ સર્જાતી હોય છે. પૈસા કમાવવાના આવી નુસખાના કારણે લોકો ગુનાહિત પ્રવૃતિમાં જોડાતા હોય છે. અત્યારે તો પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat : મોટા વરાછામાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, 3 ભેજાબાજની ધરપકડ
કેટલાક સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા
ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. અત્યારે તો ખાણ ખનીજ વિભાગ ગત મોડી રાત્રે જુના ડીસાના વાસણા ગામે નદીમાંથી હિટાચી મશીન અને ડમ્પર સહિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ખનન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો જરૂરી છે.
આ પણ વાંચો: Morbi : 5 વર્ષથી ચાલતી માથાકૂટની અદાવતમાં યુવકનું ઢીમ ઢાળી દીધું, 3 ની ધરપકડ