Banaskantha : અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 નાં ઘટના સ્થળે જ મોત
- Banaskantha માં અમીરગઢ નજીક ગમખ્વાર અકસ્માત
- ખુણીયા પાટિયા નજીક રાજસ્થાન રોડવેજની બસ અને બોલેરો વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં 4 લોકોનાં મોત, 10 ની હાલત ગંભીર, 50 થી વધુને ઇજા
- બોલેરોનો ચાલક કારમાં ફસાયો, JCB ની મદદથી મૃતદેહો કાઢવાની તજવીજ
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર છે. ખુણીયા પાટિયા નજીક રાજસ્થાન રોડવેજની બસ અને બોલેરો વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી છે. સાથે જ 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બસમાં સવાર 50 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્તોને પાલનપુર (Palanpur) ખાતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Junagadh : સાધુઓની રવાડી જોવા આવેલી વિદેશી યુવતી સાથે યુવકે કરી છેડતી અને પછી..! જુઓ Video
ખુણીયા પાટિયા પાસે રાજસ્થાન રોડવેજની બસ-બોલેરો વચ્ચે અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર, બાનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) અમીરગઢ નજીક (Amirgarh) ખુણીયા પાટિયા પાસે રાજસ્થાન રોડવેજની બસ અને એક બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ અને બોલેરો કાર ધડાકાભેર એકબીજા સાથે અથડાતા તેમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અહેવાલ અનુસાર, આ ગોઝારા અકસ્માતમાં 4 લોકોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. જ્યારે બસમાં સવાર 50 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
આ પણ વાંચો - Gandhinagar:વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,આગામી વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર
4 નાં મોત, 10 લોકોની હાલત ગંભીર
માહિતી મુજબ, રાજસ્થાન રોડવેજની બસ અને બોલેરો વચ્ચે થયેલા આ અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ છે. જ્યારે, અકસ્માતમાં બોલેરો કારનાં કચ્ચરઘાણ વળી ગયા છે. જેસીબીની મદદથી મૃતકોને બહાર નીકાળવાની તેજવીજ હાથ ધરાઈ છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Fake Currency Scam : 1 લાખ આપો 5 લાખ લઈ જાઓ..! સો. મીડિયા પર Video જોઈ ભેરવાઈ ન જતા!