ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોડા તો મોડા પણ શિક્ષણ વિભાગ જાગ્યું ખરૂ! Danta તાલુકાના 4 શિક્ષકોને નોટિસ

ઘણા વર્ષોથી ગેરહાજર શિક્ષકોને આપવામાં આવી નોટિસ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ આવેલી બાળકોને અભ્યાસ આ શિક્ષકોએ કરી છે છેતરપિંડી Danta: ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્યમાં થાય છે. ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ જાહેરાતો એવી કરે છે...
04:14 PM Aug 12, 2024 IST | VIMAL PRAJAPATI
Danta
  1. ઘણા વર્ષોથી ગેરહાજર શિક્ષકોને આપવામાં આવી નોટિસ
  2. તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ આવેલી
  3. બાળકોને અભ્યાસ આ શિક્ષકોએ કરી છે છેતરપિંડી

Danta: ગુજરાતની ગણના વિકાસશીલ રાજ્યમાં થાય છે. ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ જાહેરાતો એવી કરે છે કે, ‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’ પણ શાળામાં શિક્ષકો જ ઘણા વર્ષોથી ગેરહાજર રહેતા હોય એવું સામે આવ્યું છે. પાન્છા ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ મોડે મોડે જાગ્યુ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવા બેદરકાર શિક્ષકો સામે પગલા ભરાશે તેમ મીડિયાને માહિતી અપાઈ છે. આ સાથે-સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, કુલ દાંતા (Danta ) તાલુકામાં 4 શિક્ષકોને અમારા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને તેનો રિપોર્ટ પણ અમે જિલ્લા કક્ષાએ કરેલ છે.

આ પણ વાંચો: Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

જિલ્લા શિક્ષણ વિભાગે આપી આ અંગે વિગતો

આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ શિક્ષકોને ગેરહાજરીનો પગાર ચૂકવેલ નથી અને તેમની ઓનલાઈન હાજરી પણ પુરેલ નથી.ְ’ મોડો તો મોડા પણ શિક્ષણ વિભાગ જાગ્યું છે તેવી વિગતો અત્યારે સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યું છે. જો કે, હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ જાગ્યું છે અને ગેરહાજર શિક્ષકોને નોટિસો આપી દીધી છે.

આ પણ વાંચો: Unique Twins : 4 પગ અને 2 માથાવાળા જુડવા બાળકનો જન્મ, લોકોએ કહ્યું- ભગવાનનો અવતાર...

આવા શિક્ષકો સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે

દાંતા (Danta) તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર ધરાવતો પ્રદેશ છે. આ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારમાં સરકારી શાળાઓ આવેલી છે. જેમાં ભૂતકાળમાં શિક્ષકો દારૂ પીધેલી હાલતમાં શાળામાં બેદરકાર અને બાળકોને અભ્યાસ સબંધી ફરિયાદો ઉઠી હતી. દાંતા તાલુકામાં ગુરુવારે પાંસા સરકારી શાળાના શિક્ષક છેલ્લાં 8 મહિનાથી વિદેશમાં રહી રહી છે. જે વિવાદ વધતા જીલ્લા પ્રાથમિક અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકો સામે ભૂતકાળમાં કાયદેસરની નોટિસો આપેલ છે.

આ પણ વાંચો: ભારતીય સેના અને BSF એ કુકી આતંકવાદીઓના બંકરો તોડ્યા, મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા...

બાળકોના ભવિષ્યા સાથે રમતા શિક્ષકોને અપાઈ નોટિસ

સોમવારે ફરીથી મગવાસ ગામના જય ચૌહાણ પણ છેલ્લાં 1.5 વર્ષથી શાળામા આવતા નથી. આ બાબતે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ બી મકવાણાએ નિવેદન આપ્યું છે કે, કુલ દાંતા તાલુકામાં 4 શિક્ષકોને નોટિસ અપાઈ છે જેમાં પાંસા ગામની ભાવનાબેન પટેલ, મગવાસ ગામના જય ચૌહાણ, રાણપુર ઉદાવાસની બીના પટેલ અને હડાદ ગામની સોહા પટેલને નોટિસ અપાઈ છે અને તેનો રીપોર્ટ પણ જિલ્લા કક્ષાએ મોકલેલ છે. ભાવનાબેન પટેલ દ્વારા અમેરિકાના શિકાગોથી વીડિયો મોકલવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારૂલબેન મહેતા મારી પાસે રૂપિયાની માંગણી કરી છે.

સરકારી શાળાઓમાં ભણશે કેવી રીતે બાળકો?

ગુજરાત સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે અને શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ આવા શિક્ષકો ગેરહાજર રહીને બાળકોના ભવિષ્ય ઉપર સૌથી મોટી અસર કરે છે. તાજેતરમાં ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી પરંતુ સત્ય હકીકત આદિવાસી વિસ્તારમાં એ છે કે, આદિવાસી શાળાઓમાં શિક્ષકો બેદરકાર રહે છે વિદેશ જતા રહે છે અને બાળકોના અભ્યાસ ઉપર સૌથી મોટી અસર થાય છે.

અહેવાલઃ શક્તિસિંહ રાજપુત,અંબાજી

Tags :
BanaskanthaBanaskantha NewsBanaskantha TeacherBihar Teacher viralDantadanta talukaGujaratGujarati NewsVimal Prajapati
Next Article