Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : ડામોરવાસની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા નહી ભણાવતા વાલીઓનો હોબાળો

અમીરગઢના રબારીયા ડામોર વાસ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમયસર ભણાવવામાં ન આવતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ શાળામાં શિક્ષકોને રજૂઆત કરવા પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રબારીયા ડામોરવાસની પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને સમયસર નહી ભણાવતા...
04:55 PM Jul 11, 2023 IST | Viral Joshi

અમીરગઢના રબારીયા ડામોર વાસ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમયસર ભણાવવામાં ન આવતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ શાળામાં શિક્ષકોને રજૂઆત કરવા પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રબારીયા ડામોરવાસની પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને સમયસર નહી ભણાવતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ શાળામાં શિક્ષકોને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

જોકે શિક્ષકોને રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સમયસર ભણવામાં આવતા નથી પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ નેહજું તેમનું નામ કે લખતા વાંચતા આવડું નથી જેવા અનેક પ્રસ્નો સાથે ગ્રામજનો શાળાના શિક્ષકો ને રજુઆત કરી હતી જોકે આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ધરણા તેમજ ઉગ્ર આંદોલન ની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

જોકે આ અંગે NSUl પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું કે, આજે ડામોરવાસની પ્રાથમિક શાળા આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમના વાલીઓની રજુઆત હતી કે, છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો સમયસર ભણાવા માટે નથી આવતા સ્કૂલનો સમય જે હોય છે એના કરતા વહેલા છોડી દેવામાં આવે છે જેથી ડામોરવાસ તમામ આગેવાન અને વાલીઓને સાથે રાખી આજે જે તે જવાબદાર શિક્ષકોને રજુઆત કરી હતી.

વિદ્યાર્થીઓને સમયસર ભણાવામાં આવે અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ આપે જેથી અમારા ટ્રાયબલ વિસ્તારનો બાળક ભવિષ્યમાં તલાટી, પોલીસ કે કલેક્ટરની પોસ્ટ સુધી જઈ શકે વાસ્તવિક એવી છે કે, પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને હજુ લખતા વાંચતા નથી આવડતું. ક્યાંક ને ક્યાંક એના માટે શિક્ષકો જવાબદાર છે જે અંતર્ગત એના માટે રજુઆત કરવા માટે આવ્યા હતા. જો ટૂંક સમયમાંઆનું સોલ્યુશન નહીં આવે તો આવનારા સમયમાં ઉચ્ચકક્ષાએ જઈને ધરણા કરીશુ અને ઉગ્રઆંદોલન કરીશુ જેની જવાબદારી તંત્રની રહેશે.

અહેવાલ : રામલાલ મીણા, અમીરગઢ, બનાસકાંઠા

આ પણ વાંચો : એવું શું થયુ કે સુરતમાં વકીલો ભરાયા રોષે? પોતાની આ માંગણીને લઇને લડી લેવાના મૂડમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BanaskanthaDamorvasparentsprimary schoolTeacheruproar
Next Article