Banaskantha: 1,886 લોકો બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, પોલીસે અરજદારોને 2 કરોડથી વધુની રકમ પરત અપાવી
- સાયબર ક્રાઇમથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા
- બનાસકાંઠામાં જુલાઈ 2024 સુધીમાં 1886 સાયબર ફ્રોડની અરજીઓ આવી
- સાયબર ક્રાઈમે ભોગ બનેલા અરજદારોને 2 કરોડ જેટલી રકમ પરત અપાવી
Banaskantha: ગુજરાતમાં અત્યારે જે પ્રકારે સાયબર ક્રાઇમના કેસો સામે આવતા હોય છે. જેમાં કોઈ ફરિયાદ નોંધાવે છે તે, તો કેટલાક પોતાની આબરૂની ચિંતા કરીને પોલીસ ફરિયાદ કરતા નથી. આ સાયબર ક્રાઇમની વાત કરવામાં આવે તો મોબાઇલ, કમ્પ્યુટર અને લેપટોપમાં અજાણ્યા નંબરો પરથી મેસેજ આવતા હોય છે, જેમાં એક ક્લિક કરતાની સાથે જ તેમારો તમામ ડેટા સામે વાળામાં ટ્રાન્ફર થઈ જાય છે. ઘણી વાર ફોનમાં કોઈ અજાણ્યા નંબરથી ન્યૂડ કોલ આવે છે, જેનો શિકાર પણ અનેક લોકો બનતા હોય છે. આવી અનેક રીતે લોકો પાસેથી હજારો લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat: હવે લાંચ લીધી તો ગયા સમજો! આવી રહ્યું છે નવું બીલ?
2024 સુધીમાં 1886 સાયબર ફ્રોડની ફરિયાદો આવી
બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યારે સારી એવી કામગીરી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, બનાસકાંઠા (banaskantha) જિલ્લામાં જુલાઈ 2024 સુધીમાં 1886 અરજદારોએ સાયબર ફ્રોડ મામલે અરજી કરી છે. પરંતુ મહત્વની વાત એ ચે કે, બનાસકાંઠા જિલ્લાની સાયબર ક્રાઈમ ટીમની સફળ કામગીરીને પગલે ભોગ બનેલા અરજદારોને રૂપિયા 2,05,81,270 જેટલી રકમ પરત પણ અપાવી છે. જ્યારે 5009 શંકાસ્પદ બેન્ક ખાતાઓના કુલ ₹ 5,59,40,655 પુટ ઓન હોલ્ડ કરી રોકી દેવામાં આવ્યા છે. આ રકમ ભોગ બનેલા અરજદારોને પરત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: Surat: ભોળી જનતાને લૂંટતો વધુ એક વહીવટદાર ઝડપાયો, માંગી હતી 42,500 ની લાંચ
સાયબર ક્રાઈમે ભોગ બનેલા અરજદારોને 2 કરોડ જેટલી રકમ પરત અપાવી
સ્વાભાવિક છે કે, પોલીસે લોકોના રક્ષણ અને લોકોની સેવા માટે હોય છે. જેથી બનાસકાંઠા (banaskantha) પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને તેમના નાણાં પાછા અપાવ્યા છે. આ સાથે આવા ગુનામાં સંકળાયેલા લોકો સામે આકરા પગલે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા 2 કરોડથી પણ વધારે રકમ લોકોને પરત અપાવી છે. જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને એ માટે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર બાબતે વિગતો આપી હતી.
આ પણ વાંચો: Gujarat High Court : જોખમી હોર્ડિગ્સ મુદ્દે AMC નું સોગંદનામું, કહ્યું- 12 જોખમી હોર્ડિગ્સ ધ્યાને આવતા...
સાયબર ક્રાઈમ માટે 1930 પર ફરિયાદ નોંધાવો
આ સાથે જો કોઈ વ્યક્તિ પાસે આવી ઘટના બને છે તો કોઈ પ્રકારનો ડર કે સંકોચ રાખ્યા સિવાય પોલીસનો સંપર્ક કરવો અને ફરિયાદ નોંધાવી જોઈએ. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં આવતી કોઈ પણ અજાણી લીંક ખોલવી નહીં, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ વાતચિત કરતા પહેલા પણ સો વખત વિચાર કરવો, અને ઓનલાઈન કોઈ એપની લીંક આવે તો તેને ખોલવી નહીં. આવી નાની નાની બાબતો વિશે ખાસ તકેદારી રાખવી જોઈએ. જેથી તેમે કોઈ પણ પ્રકારના સાઈબર ક્રાઈમનો ભોગ ના બનો! જો કે, આવું કંઈ થાય છે તો, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર પોતાની ફરિયાદ નોંધાવી દેવી જોઈએ.