Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પૂર..!

અહેવાલ -રામલાલ મીણા, અમીરગઢ રાજસ્થાન (Rajasthan) ના ઉપવાસમાં ભારે વરસાદ (heavy rain)ના કારણે બનાસ નદીમાં પૂર આવ્યું છે અને બનાસ નદી ગાંડીતૂર બની હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ઘોડાપૂર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા...
07:39 PM Jul 10, 2023 IST | Vipul Pandya
અહેવાલ -રામલાલ મીણા, અમીરગઢ
રાજસ્થાન (Rajasthan) ના ઉપવાસમાં ભારે વરસાદ (heavy rain)ના કારણે બનાસ નદીમાં પૂર આવ્યું છે અને બનાસ નદી ગાંડીતૂર બની હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.
અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ઘોડાપૂર
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિતના વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે તો રાજસ્થાનમાં પણ ભારે વરસાદ છે જેના કારણે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.  રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજસ્થાનના સિરોહી જિલ્લા ના ચેક ડેમો સહિત ડેમો ઓવર ફ્લો થયા છે જેથી અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું છે .
બીજી વખત બનાસ નદી બંને કાંઠે વહેતી થતા ધરતીપુત્રો સહિત સ્થાનિકો પણ  ખુશીથી ઝૂમી ઊઠ્યા
નદી બન્ને કાંઠે વહેતી થતાની સાથે જ બનાસ નદી ખાતે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. બનાસ નદી ના પટમાં બનાવેલ ચેકડમ ને નિહાળવા માટે લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા. ચોમાસાની સીઝનની શરૂઆતની સાથે બીજી વખત બનાસ નદી બંને કાંઠે વહેતી થતા ધરતીપુત્રો સહિત સ્થાનિકો પણ  ખુશીથી ઝૂમી ઊઠ્યા છે. સિરોહી જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે.
માઉન્ટ આબુમાં પણ ધોધમાર વરસાદ
છેલ્લા 24 કલાકની અંદર સિરોહી જીલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે આબુરોડ સહિત ના વિસ્તારો માં ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાવાની સાથે જ સિરોહી જીલ્લાનો સૌથી મોટો બનાસ ડેમ પણ ઓવર ફ્લો થયો છે. બનાસ ડેમ ઓવર ફ્લો થવાની સાથે જ ત્યાંનું પાણી બનાસ નદીમાં આવવાનું શરૂ થઈ ગયું છે તો બીજી બાજુ માઉન્ટ આબુમાં પણ વાતાવરણ એ મિજાજ બદલતા ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. માઉન્ટ આબુમાં પડી રહેલા વરસાદના કારણે પણ નક્કી ઝીલ પણ ઓવર ફ્લો થયું છે જેનું પાણી પણ પાણી બનાસ નદીમાં આવી રહ્યું છે જેને લઇને બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું છે .
આ પણ વાંચો---ઇડર અને તલોદમાં આભ ફાટ્યું..2 કલાકમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ
Tags :
Banas riverHeavy rainsMonsoonMonsoon 2023Rajasthan
Next Article