Banas Dairy એ વિકસાવ્યું દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન
- દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન બનાસ ડેરીએ વિકસાવ્યું
- વાછરડીના જન્મની શક્યતા 90 ટકા સુધી વધી જશે
- પશુપાલકોને થશે આર્થિક લાભ, દૂધ ઉત્પાદનમાં થશે વૃદ્ધિ
Banaskantha : Banas Dairy ના દામા સીમેન સ્ટેશન (Dama Semen Station) માં દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવામાં આવ્યું છે. આ મશીન, બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલનું એનાલિસીસ કરે છે. જેના લીધે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધી જશે. પરિણામે દૂધાળું પશુઓની સંખ્યા વધશે. હાલ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની 'GauSort' ટેકનોલોજી પશુઓની ઉન્નત જાત-સંવર્ધનમાં ઉપયોગી બની રહી છે.
સિમેન સેક્સ શોર્ટિંગ મશીન
દેશનું પ્રથમ સ્વદેશી Semen Sex Shortening Machine ગુજરાતની ગૌરવ સમાન Banas Dairy એ વિક્સાવી લીધું છે. આ મશીનના લીધે વાછરડીના જન્મની શક્યતાઓ 90 ટકા સુધી વધી જશે. બનાસ ડેરીના દામા સીમેન સ્ટેશનમાં સ્થાપિત થયેલા આ મશીન સમગ્ર દેશમાં બનાવાયેલ પ્રથમ સ્વદેશી મશીન છે. આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ સંશોધન ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે અને પશુપાલકોનું જીવન-ધોરણ વધુ ઉન્નત બનાવશે.બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhary) એ જણાવ્યું છે કે, દામા સીમેન સ્ટેશનમાં સ્થાપિત થયેલા સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીનને લીધે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધશે. દૂધાળું પશુઓની સંખ્યા વધવાથી પશુપાલકોને આર્થિક લાભ થશે.
આ પણ વાંચોઃ Gujarat : આગામી 5 દિવસ ગુજરાતના આ શહેરોમાં હીટવેવની આગાહી
દામા સિમેન સેન્ટર
કુલ 20 એકરમાં ફેલાયેલું Dama Semen Station આશરે વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળા સિમેન ડોઝનું ઉત્પાદન કરે છે. આ દરેક ડોઝને સીમન સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. પશુપાલકોને વિતરણ કરતાં પહેલા તેને 30 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. Banas Dairy ના આ સંશોધનના કારણે પ્રતિ ડોઝ હાલની વેચાણ કિંમત રૂ. 100 છે, તે ઘટીને રૂ. 50 થશે. જેનાથી લાખો પશુપાલકોને આર્થિક લાભ થશે.
આ પણ વાંચોઃ Gujarat : 2027ની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં આવી, જાણો શું છે માસ્ટર પ્લાન