Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BANASKANTHA : કુંભારિયા ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતનું આયોજન કરાયું

ભારત દેશ લોકશાહી દેશ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. ભારત દેશમાં લોકસભા 2024 ચૂંટણી શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં ચૂંટણીનો...
11:50 PM Mar 04, 2024 IST | Harsh Bhatt
ભારત દેશ લોકશાહી દેશ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. ભારત દેશમાં લોકસભા 2024 ચૂંટણી શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં ચૂંટણીનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, ત્યારે મહિલા અને બાળ વિભાગ દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવો અંતર્ગત કુંભારિયા,જેતવાસ, ચીખલા અને કોટેશ્વર ગામની 50 જેટલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બાલિકા પંચાયતનુ આયોજન કરવામાં આવ્યું હતું.

મત અધિકારનો ઉપયોગ કેવી રીતે થાય તે માટે બાલિકા પંચાયતનું  આયોજન કરાયું

આ કાર્યક્રમ જયાબેન વણઝારા કાઉન્સિલર પોલીસ સ્ટેશન દાંતા, ગોવાભાઇ ડુંગાઇચા સરપંચ કુંભારીયા ગ્રામ પંચાયત અને પટેલ મિતલબેન જેતવાસ પ્રાથમિક શાળાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીનીઓ પંચાયતના કામકાજથી અવગત થાય, પોતાના ઘરના વાલી કે પરિવારજનોને વોટિંગ પક્રિયા વિશેની માહિતી આપે અને મત અધિકારનો ઉપયોગ કેવી રીતે થાય તે માટેનું આયોજન કરાયું હતુ.
દાંતા તાલુકામાં કુલ 10 બાલિકા પંચાયત બનાવવાની છે
ગ્રામ પંચાયતમાં સભ્યોનું કામ કેવું હોય છે સરપંચનું કામ કેવું હોય છે કે તમામ બાબતો આ વિદ્યાર્થીનીઓને ખબર પડે તે માટે બાલિકા પંચાયતનું આયોજન કુંભારીયા ગ્રામ પંચાયતમાં સોમવારના દિવસે યોજાયું હતું. દાંતા તાલુકામાં કુલ 10 બાલિકા પંચાયત બનાવવાની છે તે, અંતર્ગત સૌપ્રથમ બાલિકા પંચાયત કુંભારિયા ખાતે યોજાઇ હતી જેમાં સરપંચ ના 3 ઉમેદવાર વિદ્યાર્થીનીઓ બની હતી અને સભ્યના ઉમેદવાર પણ વિદ્યાર્થીનીઓ બની હતી.સરપંચ તરીકે વિસનાબેન ખરાડી સૌથી વધુ મત સાથે વિજેતા બન્યા હતા, જ્યારે 13 સભ્યો ગ્રામ પંચાયતમાં ચૂંટાયા હતા. સભ્યોમાંથી 2 ઉમેદવાર ડેપ્યુટી સરપંચ માટે ફોર્મ ભર્યું હતું જેમાં સવિતાબેન 6 મત સાથે ડેપ્યુટી સરપંચ બન્યા હતા. કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઈ ડુંગાઈચા દ્વારા બાલિકા પંચાયતના તમામ સભ્યો અને સરપંચને શુભકામના આપવામાં આવી હતી. બાલિકા પંચાયતમાં વોટીંગ પ્રક્રિયા સિસ્ટેમેટિક યોજાઇ હતી.
કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતના કાર્યક્રમમા જયાબેન વણઝારા, કાઉન્સિલર, પોલીસ સ્ટેશન(દાંતા), પટેલ મિત્તલ બેન જે (જેતવાસ પ્રાથમિક શાળા, પ્રિન્સીપાલ), ડિમ્પલબેન સહિત વિવિધ શાળાના મેડમ, કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઈ ડુંગાઇચા અને આસપાસના ગામના લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મત પેટી સહિત 50 જેટલી વિદ્યાર્થીનીઓ વોટીંગ પ્રક્રિયામાં ભાગ લીધો હતો વોટ આપવાથી લઈને ગણતરીની પ્રક્રિયામાં રેગ્યુલર ચૂંટણી જેવીજ કામગીરી જોવા મળી હતી.
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
આ પણ વાંચો : લોકસભાની ચુંટણી સંદર્ભે સાબરકાંઠા કોંગ્રેસની કોર કમિટી મળી
Tags :
Balika PanchayatBanaskanthaElectionKumbhariyaKumbhariya Gram PanchayatVote
Next Article