ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.ને યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો પ્રાપ્ત કરનાર દેશની પહેલી ઓપન યુનિવર્સિટી બની છે. દેશની યુનિવર્સિટીઓને તેની ગુણવત્તાના આધારે સ્વાયતતા પ્રદાન કરવા માટે યુ.જી.સી. દ્વારા ગ્રેડેશન નક્કી કરવા માટેની ચોક્કસ નીતિઓના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો...
08:58 PM Apr 13, 2023 IST | Vishal Dave

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો પ્રાપ્ત કરનાર દેશની પહેલી ઓપન યુનિવર્સિટી બની છે. દેશની યુનિવર્સિટીઓને તેની ગુણવત્તાના આધારે સ્વાયતતા પ્રદાન કરવા માટે યુ.જી.સી. દ્વારા ગ્રેડેશન નક્કી કરવા માટેની ચોક્કસ નીતિઓના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 'કેટેગરી-૧' યુનિવર્સિટી તરીકેનો દરરજ્જો પ્રાપ્ત કરનારી સમગ્ર દેશની એકમાત્ર ઓપન યુનિવર્સિટી બનવાની સાથે રાજ્યની પણ પ્રથમ યુનિવર્સિટી હોવાનું બહુમાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને ફાળે જાય છે.

કેટેગરી-૧” શ્રેણી પ્રાપ્ત થવાથી વિદ્યાકીય સ્વાયતતા મળશે 

કેટેગરી-૧” શ્રેણી પ્રાપ્ત થવાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને વિદ્યાકીય સ્વાયતતા મળશે જેના આધારે નવા અભ્યાસક્રમ સંરચના, નવાં વિભાગો, સંશોધન – અધ્યયન કેન્દ્ર વિસ્તાર, વિદેશી ફેકલ્ટીની નિમણૂક અને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતની અનેકવિધ શક્યતાઓના દ્વાર ખુલશે. વિદ્યાવિસ્તારની પ્રોત્સાહક યોજનાઓ, તથા સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની યુનિવર્સિટીને મોકળાશ મળશે.વિશ્વની પ્રથમ પંક્તિની ૫૦૦ યુનિવર્સિટી સાથે તંદુરસ્ત સ્પર્ધામાં જોડતી આ ઉપલબ્ધિ બદલ રાજ્યના વિદ્યાજગત તરફથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને સાર્વત્રિક અભિનંદન મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નેક એક્રેડિટેશનમાં એ ડબલ પ્લસ (A ) જેવો ઊંચો ક્રમાંક પ્રાપ્ત કરવાની તાજેતરની સિદ્ધિ બાદ યુ.જી.સી. દ્વારા ‘કેટેગરી-૧' યુનિવર્સિટી તરીકે દરરજો પ્રાપ્ત કરીને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ઉલ્લેખનીય સિદ્ધિ મેળવી છે.

Tags :
awardedCategory-1 status by UGcountryDoctor Baba Saheb Ambedkar Open Universityfirst Open UniversityUniversity
Next Article