Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AYODHYA : સિદ્ધપુરનો મગદળનો પ્રસાદ અયોધ્યા પહોંચશે, રામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરાશે

AYODHYA : અયોધ્યા (AYODHYA )માં રામ મંદિરના નિર્માણ બાદ આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે.  AYODHYA માં આ ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર સહભાગી બનવા અધિરૂ બન્યું છે. ઠેર ઠેર રામ જન્મભૂમિ અયોધ્યામાં(AYODHYA)...
06:25 PM Jan 10, 2024 IST | Vipul Pandya
ayodhya_prasad

AYODHYA : અયોધ્યા (AYODHYA )માં રામ મંદિરના નિર્માણ બાદ આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે.  AYODHYA માં આ ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર સહભાગી બનવા અધિરૂ બન્યું છે. ઠેર ઠેર રામ જન્મભૂમિ અયોધ્યામાં(AYODHYA) ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાન શ્રીરામચંદ્રજીને પ્રસાદ માટે વિવિધ પ્રકારની પ્રસાદ તૈયાર કરવામાં આવી રહી છે.

રામ ભકતોને પ્રસાદના રૂપે વિતરણ કરવામાં આવશે

અયોધ્યા (AYODHYA) ખાતે શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન અયોધ્યા (AYODHYA) ખાતે પધારનારા શ્રી રામ ભકતો માટે 15000 કિલો મગદળનો પ્રસાદ વિતરણ કરવામાં આવનાર છે. જે મગદળના પ્રસાદ બનાવવાની જવાબદારી પાટણ જિલ્લાના યાત્રાધામ સિદ્ધપુર શહેરના મગદળ સ્પેશિયાલિસ્ટ રસોયાની 11 સભ્યોની ટીમને પ્રાપ્ત થતાં સિધ્ધપુરના રસોયાની ટીમે તેનો સહષૅ સ્વીકાર કરી તા. 5 જાન્યુઆરી થી અયોધ્યામાં આવેલ ભગવાન શ્રી રામચંદ્રના મંદિરથી 1 કિ. મી. દુર આવેલ મા દુગૉ કાલી શકિતપીઠ ખાતે પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે મગદળનો પ્રસાદ તા.20 જાન્યુઆરીના રોજ સંપૂર્ણ પણે તૈયાર કરી ભગવાન રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પધારનારા રામ ભકતોને પ્રસાદના રૂપે વિતરણ કરવામાં આવશે.

સિધ્ધપુરના રસોયાની 11 સભ્યોની ટીમ

રાકેશ ભાઈ દવેએ જણાવ્યું હતું કે, સિધ્ધપુરના રસોયાની 11 સભ્યોની ટીમ દ્રારા તૈયાર થઈ રહેલા 15 ટન એટલે કે 15000 કિલો મગદળનો પ્રસાદ તૈયાર કરવા માટે રોજ 700 કિલો મગદળનો પ્રસાદ હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના નાના નાના પ્રસાદ માટે પેકિંગ કરવામાં આવી રહ્યા છે. જે ભક્તોને વહેંચવામાં આવશે.

15000 કિલો મગદળનો પ્રસાદ

15000 કિલો મગદળનો પ્રસાદ તૈયાર કરવામાં 300 ડબ્બા ધી, 1 ટન ચણાનો લોટ,1 ટન ખાડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પ્રસાદ તૈયાર થયેથી તેના 150 ગ્રામના 1.50 લાખ જેટલા પેકેટ તૈયાર કરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહેનારા રામ ભકતોને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.

જીવનનો યાદગાર પ્રસંગ રહેશે

સિધ્ધપુરના મગદળ બનાવવાના સ્પેશિયલ રસોઈયાની 11 ટીમમાં રાકેશભાઈ દવે,ભાવેશભાઈ દવે, શૈલેષભાઈ પાધ્યા, હરેશભાઈ ઠાકર, ભરતભાઈ પવાર, અર્જુનભાઈ ઠાકોર, અજયભાઈ ઠાકોર,મેહુલભાઈ મકવાણા, શારદાબેન ઠાકોર, બબીબેન ઠાકોર, ગજરાબેન ઠાકોર મગદળનો પ્રસાદ તૈયાર કરવા માટે રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું રાકેશ ભાઈ દવે અને ભરત ભાઈ એ જણાવ્યું હતું. રાકેશ ભાઈ દવે અને ભરત ભાઈ એ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવ માં ભક્તોને અમારા હાથે તૈયાર કરવામાં આવેલ મગદળનો પ્રસાદ શ્રી રામ ભક્તોને આપવામાં આવશે એ અમારા માટે ગૌરવની વાત છે અને જીવનનો યાદગાર પ્રસંગ રહેશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો -VISANAGAR : રામ ભક્તે 1426 પાનાની રામાયણ ઉલટા અક્ષરોમાં લખી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

અહેવાલ - સચિન શેખલીયા, બનાસકાંઠા

Tags :
AyodhyaGujarat FirstGUJARAT FIRST NEWSPrasadRam bhaktram mandirsiddhapur
Next Article