Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુજમાં ગાયના મોત મામલે નગરપાલિકાના પ્રમુખ પર હુમલો

અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ ભુજમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી  છે.આ બનાવ અંગે ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્ર આપતી સમયે વાત ચાલુ હતી ત્યારે હુમલો...
08:06 PM Sep 06, 2023 IST | Vipul Pandya
અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ
ભુજમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી  છે.આ બનાવ અંગે ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્ર આપતી સમયે વાત ચાલુ હતી ત્યારે હુમલો
ઘનશ્યામ ઠક્કરે કહ્યું હતું કે નાગોર ડમ્પિંગ સ્ટેશન પર કચરાના ઢગલા પર ગાયને શોટ લાગતાં મોત થયું હતું. આ દુઃખદ ઘટના હતી. આજે હું નગરપાલિકાથી નીકળી રહ્યો હતો ત્યારે 20 લોકો આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા એટલે હું બેસી ગયો હતો. જે લોકો હતા તેમણે મને ઘેરીને ગાળો આપી હતી. આવેદનપત્ર આપવા માટે પાંચને બોલાવ્યા હતા, પણ પંદર આવી ગયા હતા. આવેદનપત્ર આપતી સમયે વાત ચાલુ હતી ત્યારે એક છોકરાએ મારા પર હુમલો કરી દીધો. આ બનાવથી હું ખૂબ જ વ્યથિત છું. ગાય મરી છે એનું મને દુઃખ છે. મારી ટર્મના 7 દિવસ બાકી છે ત્યારે આ ઘટના બની. મેં શું ભૂલ કરી છે કે તમે મારા પર હુમલો કરો છો. પોલીસની હાજરીમાં તમે મને મારો છો. મારો વાંક શું?. આ શહેરની ઘણીબધી સેવા કરી છે. આ ષડયંત્ર કરવાનું કારણ શું છે.
લોહાણા સમાજ દ્વારા જુદા જુદા સ્થળોએ આવેદનપત્ર  અપાયુ
આ બનાવ અંગે તપાસ કરવા લોહાણા સમાજ દ્વારા જુદા જુદા સ્થળોએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. જો કે હજુ સુધી પાલીકા પ્રમુખ દ્વારા ફરિયાદ કરાઇ નથી
આ પણ વાંચો----ANKLESHWAR : સાસરિયા અને દિયરે બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાનો આપઘાત
Tags :
attackBhujBhuj Municipality
Next Article