Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો, જાણો શું હતો સમગ્ર બનાવ

રોહિત કંઝારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો આઠથી દસ લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી ભોગ બનનાર યુવકે દબાણ થયેલ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો Morbi: મોરબી જિલ્લાને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે...
morbi જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો  જાણો શું હતો સમગ્ર બનાવ
  1. રોહિત કંઝારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો
  2. આઠથી દસ લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી
  3. ભોગ બનનાર યુવકે દબાણ થયેલ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો

Morbi: મોરબી જિલ્લાને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, મોરબી (Morbi) જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રસ્તાના વિવાદ મુદ્દે ચાલતી જૂની માથાકૂટમાં હુમલો કરાયો હતો. નોંધનીય છે કે, રોહિત કંઝારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો કરાયો છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Junagadh સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ બેદરકારીના આક્ષેપો સાથે કર્યો હુમલો

હુમલામાં ઘવાયેલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

નોંધનીય છે કે, આઠથી દસ લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે, ભોગ બનનાર યુવકે દબાણ થયેલ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો, જેનો રોષ રાખી દબાણ કરનાર વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હુમલામાં ઘવાયેલ યુવકને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ (Morbi Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Gujarat: શું મહિલોની સુરક્ષા તમારી જવાબદારી નથી? GMERS મેડીકલ કોલેજની એડવાઈઝરી પર વિવાદ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી

સમગ્ર બનાવની જાણ થતાં દલવાડી સમાજના અને ભાજપના આગેવાનો મોરબી સિવિલ હોસ્પિટલ (Morbi Civil Hospital) ખાતે દોડી આવ્યા હતાં. આ સાથે સાથે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને કાર્યવાહીના ભાગરૂપે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ બાબતે અત્યારે પોલીસ દ્વારા વધારે કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: મહિલા તબીર સાથે બનેલી ઘટના બાદ ગુજરાતના તબીબો એક્શનમાં, આવતીકાલથી હડતાલની જાહેરાત

Tags :
Advertisement

.