Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચની નારાયણ હોસ્પિટલમાં માનવતા મરી પરવારી, હોસ્પિટલ સંચાલકોએ તમામ હદો પાર કરી

અહેવાલ - દિનેશ મકવાણા કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનો રૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી વખત હોસ્પિટલના સંચાલકો દર્દીના મોત બાદ પણ તેની સારવારના ખર્ચના રૂપિયા કઢાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હોય છે અને મૃતદેહ આપવા માટે ઇન્કાર...
03:04 PM Oct 19, 2023 IST | Hardik Shah

અહેવાલ - દિનેશ મકવાણા

કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનો રૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી વખત હોસ્પિટલના સંચાલકો દર્દીના મોત બાદ પણ તેની સારવારના ખર્ચના રૂપિયા કઢાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હોય છે અને મૃતદેહ આપવા માટે ઇન્કાર કરતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચની એક હોસ્પિટલમાં બન્યો હતો જ્યાં મીડિયા પહોંચતા જ દર્દીનો મૃતદેહ તેના પરિવારને 4 કલાકે સોપાયો હતો.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ નજીક આવેલી નારાયણ હોસ્પિટલમાં દર્દીનું મોત થયું હતું અને છેલ્લા એક અઠવાડિયાથી સારવાર લઈ રહ્યા હતા. જેનો ખર્ચ ₹70,000 ઉપરાંત થયો હતા અને અંતે દર્દીનું મોત થતાં તેનો દીકરો અને પરિવારજનો શોકમાં હતા. આવા સમયે હોસ્પિટલ દ્વારા મૃતકના પરિવારને પહેલા રૂપિયા જમા કરાવો પછી જ ડેડ બોડી રિલીઝ કરાશે જેને લઇ મૃતકનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને એક દીકરો પોતાના પિતાના મૃતદેહ માટે ઉછીના રૂપિયા મેળવવા માટે કામે લાગી ગયો હતો.

મૃતકના પરિવાર પાસે રૂપિયાનો અભાવ હોય જેના પગલે મૃતકનો દીકરો ઉછીના ₹40,000 લાવ્યો હતો છતાં મૃતદેહ હોસ્પિટલ સંચાલકો આપવા તૈયાર ન હતા અને રૂપિયાની સતત માંગણી કરવામાં આવી હતી જેના પગલે મૃતકના દીકરાએ પોતાના પિતાનો મૃતદેહ મેળવવા માટે મીડિયાના શરણે પહોંચ્યો હતો અને મીડિયાના શરણે નિવેદન આપતાની સાથે જ હોસ્પિટલ સંચાલકો ઢીલા પડ્યા હતા અને જેટલા રૂપિયા તમે લાવ્યા છો તેટલા 40.000 રૂપિયા જમા કરાવી દો. અમે ડેડ બોડી રિલીઝ કરાવી દઈએ છે તેમ કહી મામલાને થાળે પાડ્યો હતો.

મારા પપ્પા 7 વાગ્યાના એક્સપાયર થયા છે 4 કલાકથી પિતાનો મૃતદેહ મેળવવા જજુમીએ છીએ..

ભરૂચની નારાયણ હોસ્પિટલમાં દર્દીનું મોત થતા તેની સારવારના ખર્ચના રૂપિયાને લઇ મૃતકનો દીકરો હોસ્પિટલમાં રૂપિયા જમા કરાવવા માટે લોકો પાસે હાથ ફેલાવી રહ્યો હતો અને 40 હજાર રૂપિયા ભેગા થયા છતાં 4 કલાક બાદ પણ મૃતદેહ આપવા તૈયાર ન હતા અને પૂરા પેમેન્ટની જીદ હોસ્પિટલ સંચાલકો ચડ્યા હતા જેના પગલે મીડિયા સ્થળ ઉપર કવરેજ અથે પહોંચતા જ આખરે દીકરાને પોતાના પિતાનો મૃતદેહ ₹40,000 માં મોડી રાત્રીએ 11:30 કલાકે મળ્યો હતો.

નારાયણ હોસ્પિટલના સંચાલકોમાં માનવતા મરી પરવારી..

ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં હવે પઠાણી ઉઘરાણી થઈ રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેના પગલે 4 કલાકે પોતાના પિતાનો મૃતદેહ મળ્યો હોય તે દીકરાએ ખરેખર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ આમ તો માનવતાનું કામ કરવાનું હોય છે પરંતુ આ હોસ્પિટલમાં હોસ્પિટલ સંચાલકોમાં માનવતા જ નથી તેઓ અનુભવ કર્યો હોવાની વેદના રજૂ કરી હતી.

દર્દીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે તેમની પાસેથી ડિપોઝિટ નથી લેવાય.. હોસ્પિટલ સંચાલક

મોડી રાત્રે મીડિયા સ્થળ પર પહોંચતા હોસ્પિટલ સંચાલકે કહ્યું હતું કે જ્યારે દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની પાસેથી ડિપોઝિટ લીધી નથી અને કોઈપણ હોસ્પિટલમાં જ્યારે દર્દીને દાખલ કરવામાં આવે તો સૌપ્રથમ 50,000 રૂપિયા ડિપોઝિટ મુકાતી હોય છે મૃતકના દીકરા પાસે જેટલા 40 હજાર રૂપિયા છે તેટલા જમા કરાવી દે એટલે અમે ડેડ બોડીને રિલીઝ કરી દઈશું તેમ કહી મોડી રાત્રે સમગ્ર મામલાનો અંત આવ્યો હતો.

મીડિયાના કારણે મારી પાસે રહેલા 40 હજાર રૂપિયા જમા કરાવતા પિતાનો મૃતદેહ મળ્યો.. :- મૃતકનો દીકરો

મારા પપ્પાનું 7 વાગ્યે મોત થયું હતું પરંતુ મારી પાસે રૂપિયા ન હોય હોસ્પિટલમાં જમા કરાવવા માટે અને હું ઉછીના રૂપિયા 40,000 લાવ્યો હતો અને છતાં પણ પુરા પૈસા ભરો તો ડેડ બોડી રિલીઝ થશે તેમ હોસ્પિટલ વાળા કહેતા હોય અને મારે ના છૂટકે મીડિયાને જાણ કરવી પડી હતી અને મીડિયા સ્થળ ઉપર આવતા મારી પાસે રહેલા 40 હજાર રૂપિયા જમા કરાવતા મારા પિતાનો મૃતદેહ મને સોંપવા તૈયાર થયા છે પરંતુ હોસ્પિટલ સંચાલકોની આવી ઉઘરાણી સામે માનવતા મરી પરવારી છે.

આ પણ વાંચો - Bhavnagar News : મહુવામાં ભાજપની અમૃત કળશ યાત્રા દરમિયાન ધારાસભ્યની હાજરીમાં જ કળશ ગુમ, સ્થાનિકોએ કહ્યું…

આ પણ વાંચો - Junagadh News : ગધેડાએ ચલાવી 17 લાખની લક્ઝ્યુરિયસ કાર, જોવા માટે જામ્યું માનવ મહેરામણ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Bharuchcrossed all limitsHospital in Bharuchhospital managementHumanityNarayan Hospital
Next Article