Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રીબડા નજીક સડક પીપળીયા ગામે 552 વાર ગૌચર જમીનના દબાણ ઉપર સરકારી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલ સડક પીપળીયા નજીક સરકારી તંત્ર દ્વારા 552 વાર ગૌચરની જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અલબત્ત પીપળીયા ના બે લોકો દ્વારા તંત્રની વિરુદ્ધ આક્ષેપ...
રીબડા નજીક સડક પીપળીયા ગામે 552 વાર ગૌચર જમીનના દબાણ ઉપર સરકારી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલ સડક પીપળીયા નજીક સરકારી તંત્ર દ્વારા 552 વાર ગૌચરની જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અલબત્ત પીપળીયા ના બે લોકો દ્વારા તંત્રની વિરુદ્ધ આક્ષેપ કરાયો હતો કે માત્ર ને માત્ર રાજકીય દ્વેષ રાખી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ વિસ્તરણ અધિકારી એમ ડી પવાર ની રાહબરી હેઠળ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયતના સંયુક્ત ટીમો દ્વારા સડક પીપળીયા ખાતે 477 વાર તેમજ 75 વાર મળી કુલ 552 વાર ગૌચરની જગ્યા પરથી દબાણ દૂર કરાયું હતું. આ તકે વિસ્તરણ અધિકારીએ કહ્યું હતું કે, આ પહેલા પણ સડક પીપળીયા ગામે દબાણની ચાર ફરિયાદો થઈ હતી અને ચારે જગ્યા પરથી દબાણ દૂર કરી દેવામાં આવ્યું હતું.

Advertisement

સરકારી તંત્ર દ્વારા જેમનું દબાણ દૂર કરવામાં આવ્યું છે તેમાંના બાદલભાઈ બેલીમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે અને તેમની સાથેના નરેશભાઈ જે રીબડા ગામના અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના તેઓ કાર્યકર હોય રાજકીય રાગદ્વેષ રાખી માત્ર ને માત્ર તે બે લોકો પર દબાણનો આક્ષેપ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની પાસે જમીનને લગતા સંપૂર્ણ દસ્તાવેજી પુરાવાઓ પણ છે તેમ છતાં પણ તંત્રએ ગૌચર ગણાવી કાર્યવાહી હાથ ધરી રાજકીય લોકોના હાથા બન્યા છે તેઓ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો - ઘરફોડ ચોરી કરનારા બે શખ્સોને બોડકદેવ પોલીસે રાજસ્થાનથી ઝડપ્યા, 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.