Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

16 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ કરતા વધુ 6 ગુનાનો ભેદ ઉકેલાયો

અહેવાલ - પ્રદિપ કચીયા અમદાવાદ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી. જેની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ એલસીબીની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી સાત ગુનાનો...
03:59 PM Jul 31, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદિપ કચીયા

અમદાવાદ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી. જેની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ એલસીબીની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી સાત ગુનાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે કોણ છે આરોપી અને શુ હતી આરોપીની મોડસ ઓપરેન્ડી જુઓ આ અહેવાલમાં.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાત્રિના સમયે ચોરી કરતી એક ટોળકી સક્રિય થઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય ની અંદર કુલ ત્રણ સુરેન્દ્રનગર જિલ્લા અને ગ્રામ્ય માં ત્રણ અને વિરમગામ ની અંદર એક ફરિયાદ દાખલ થઈ હતી. ધોળકા માં રહેતો પૂનમ ઉર્ફે પુનિયો ઠાકોર અને તેના બે સાચી અલ્પેશ પટેલ અને અશોક પટેલ સાથે મળીને રાત્રિના સમયે ઘરની અંદર પ્રવેશ કરી સોના અને ચાંદી સહિત રકમોની ચોરી કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબી ની ટીમને હ્યુમન સોર્સના માધ્યમથી બાદની મળતા ત્રણેય આરોપીને ધોળકા વિસ્તારની અંદર આવેલી બલાસ ચોકડી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય એસ.પી અમિત વસાવા એ જણાવ્યું હતું કે પુનિયા ગેંગનો મુખ્ય આરોપી પૂનમ ઉર્ફે પુણ્યો જેની સામે અગાઉ કુલ 16 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જ્યારે વધુ છ ગુનાનો ભેદ ઉગેલા હતા હવે તેની સામે કુલ 22 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પુનિયા ગેંગ ના સાગરીતો દિવાલ ચડવામાં અને ઘરની અંદર પ્રવેશ કરવામાં માહિર હતા. જેના કારણે આ ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવતો હતો. આરોપીઓ ચોરી કર્યા બાદ ત્યાંથી ધોળકા તરફ ફરાર થઈ જતા હતા અને ચોરી કરેલી સોનાના દાગીના પોતાના પરિવારના સભ્યોને આપતા હતા અન્ય ચોરીના દાગીનાઓ અલગ અલગ બેંકની અંદર લોકર ખોલાવીને મુકતા હતા. હાલ અમદાવાદ ગ્રામ્ય એલસીબી એ સોનાના દાગીના જેની કિંમત ફુલ 20 લાખ છે સાથે ત્રણ મોબાઈલ એક બાઈક મળીને કુલ 22,15,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે પુનિયા ગેંગના પકડાયેલા તમામ આરોપીની વધુ પૂછપરછ હાથે કરી છે. અને અન્ય પણ ચોરીની અંદર તેમનો હાથ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.

પુનિયા ગેંગના સભ્યોનો ગુનાહિત ઈતિહાસ

1. પૂનમ ઠાકોર ઉર્ફે પુનિયો

અમદાવાદ ગ્રામ્યમાં 6, મહેસાણા જિલ્લામાં 3, સુરેન્દ્રનગર જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં 2 અને બોટાદ જિલ્લામાં 2 ગુન્હામાં પકડાયેલ હતો

2. અલ્પેશ પટેલ ઉર્ફે અલ્પો

અમદાવાદ ગ્રામ્યમાં 3 મહેસાણા જિલ્લામાં 3 સુરેન્દ્રનગર જિલ્લામાં 3 અને ખેડા જિલ્લામાં 2 ગુનામાં પકડાયેલ હતો.

અત્યારે શોધાયેલ ગુનાહો

અમદાવાદ ગ્રામ્યમાં કોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નળસરોવર પોલીસ સ્ટેશનમાં એક ગુનો વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં બે ગુના નો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચો - AHMEDABAD : સાબરમતી જેલના સ્ટાફને મળી ભેટ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
16 accused6 crimesAhmedabad NewsCrimecriminal history
Next Article