Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગરબા રમવામાં અંબાજીનો ચાચર ચોક નાનો પડતો હોવાથી આગામી સમયમાં ચોક મોટો કરાશે : વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ

અહેવાલ - શક્તિસિંહ રાજપુત શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે....
11:38 AM Oct 19, 2023 IST | Hardik Shah

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે અંબાજીના ચાચર ચોકમાં ચોથા નોરતે માતાજીના દર્શન કરવા આવેલા ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું નિવેદન મોટું ગણવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિરમાં રાત્રે 8: 45વાગે તેમણે માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીના ચાચરચોકમાં મહાઆરતી કરી હતી અને ત્યારબાદ નવ યુવક પ્રગતી મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માન કાર્યક્રમ બાદ તેમણે અંબાજી મંદિરમા ઐતિહાસિક સ્થળો વિશે વાત શરૂ કરી હતી. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનું મોટું નિવેદન ચાચર ચોકમાં ગરબા રમવા ચોક નાનો પડતો હોઈ તેને આગામી સમયમાં મોટું કરાશે. દેશના અન્ય શક્તિપીઠોનો વિકાસ થયો છે તે પ્રમાણે આગામી સમયમાં અંબાજીનો વિકાસ ઝડપી શરૂ થશે. અંબાજી મંદિરમાં ગરબા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા અને ચોથા નોરતે મંત્રીએ આરતી ઉતારી હતી. માના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહાઆરતી રાત્રે કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ગરબા શરૂ થયા હતા. મંત્રી મુકેશ પટેલ અને જયરાજસિંહ સહિત ખેરાલુ ધારાસભ્ય સરદાર ભાઈ ચૌધરી અંબાજી મંદિરમાં આવ્યા હતા. દર નવરાત્રી પર્વમાં મુકેશ પટેલ અંબાજી આવે છે, જયારે તેઓ મંત્રી, ધારાસભ્ય ન હતા ત્યારથી અંબાજી દર્શન કરવા આવે છે. નવરાત્રી પર્વમાં અંબાજી મંદિરના 7 નંબર ગેટ પર ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે અને આરોગ્ય ટીમ મુકાઈ છે.

અંબાજી મંદિરના ચાચરચોકમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે ચાચર ચોક નાનો પડતો હોઈ આગામી સમયમાં મોટો કરાશે અને દેશના વડાપ્રધાન જે પ્રમાણે ઐતિહાસિક સ્થળો અને શક્તિપીઠનો વિકાસ કરી રહ્યા છે, એ પ્રમાણે અંબાજીનો ચોક પણ મોટો થશે.

આ પણ વાંચો - અંબાજીમાં આવનાર માઈ ભક્તોનાં દર્શન અંબાજી એસ.ટી ડેપોને ફળ્યા

આ પણ વાંચો - Ambaji News : શારદીય નવરાત્રી, ચોથું નોરતું, મા અંબાના દર્શન કરવા ભક્તો ઉમટ્યાં….

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiAmbaji NewsAmbaji's chachar chowkchachar chowkForest Environment Minister Mukesh Patel
Next Article