Gandhinagar : અમિત ચાવડાના નિવેદન પર અર્જુન મોઢવાડીયાના આકરા પ્રહાર
વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન ગૃહમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. અમિત ચાવડાનાં નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી ગુજરાત આવી જે રટણ કરી રહ્યા હતા. જેમાં રેસનાં ઘોડા અને લગ્નનાં ઘોડા અલગ છે. તેમજ ભાજપ સાથે મળેલા નેતાઓને કાઢી મુકવા કહ્યું હતું. જે બાબતે અમિત ચાવડાને ખોટું લાગી ગયું છે. રેસનાં ઘોડા લગ્નનાં ઘોડા તે વાત રાહુલ ગાંધીએ કરી છે. રાહુલ ગાંધી સતત બોલતા હતા અને આ વખતે રેસ ના ઘોડાની વાત કરી ગયા છે. તેમજ ભાજપ સાથે જોડાયેલા 40 થી 50 લોકોને કાઢી મુકવાની પણ વાત કરી હતી.
અમિત ભાઈ બિલો ધ બેલ્ટ બોલી ગયા
રાહુલ ગાંધી મુદ્દે મે ગૃહમાં વાત કરી તો અમિતભાએને ખોટું લાગી ગયું છે. રેસનાં ઘોડા કે બીજું કંઈ હું બોલ્યોનથી. રાહુલ ગાંધી બોલ્યા છે તો તેનાથી ખોટું લગાવવું જોઈએ। અમિતભાઈ બિલો ધ બેલ્ટ બોલી ગયા. કોંગ્રેસનાં કોણ નેતા શું કરી ગયા ચૂંટણીમાં શું શું કર્યું એ બધુ મારી પાસે છે. સતત 12 વર્ષથી કેમ બોલે છે. અફસોસ એ વાતનો છે કે ત્યાં બોલી શકતા નથી. એ અહીં આવી બોલી જાય છે.
આ પણ વાંચોઃ Anand : બહારનું ખાતા પહેલા સાવધાન! ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરાયાં
કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે
પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે પાટણ યુનિ. નાં મુદ્દે અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે, તેમણે જે કોઈ વાત કરી છે તે મામલે ચોક્કસ તપાસ કરવામાં આવશે. અને જે ગેરરીતિ થઈ હશે તે મુદ્દે તપાસ કરવામાં આવશે. આ મામલે ચોક્કસ કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહાત્મા મંદિર બાબતે શું ચર્ચા થઈ
બજેટ સત્ર દરમ્યાન વિધાનસભા ગૃહમાં મહાત્મા મંદિર સરકારી ખર્ચે બનેલું છે. તેમજ સરકાર દ્વારા સંભાળ પણ લેવામાં આવે છે. વૈશ્વિક કક્ષાનો હોલ છે તેમજ એક્ઝિબિશન સેન્ટર પણ છે. બુક ટ્રાન્સફરની પ્રોસેસ હોય છે જે બાબતે કોઈ પાસે પેમેન્ટની કોઈ વાત નથી. સરકારી કાર્યક્રમ અને જાહેર કાર્યક્રમને પ્રાયોરીટી આપવામાં આવે છે. રાજકીય કાર્યક્રમને બાદમાં પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. સરકારી કાર્યક્રમ અને જાહેર કાર્યક્રમને પ્રાયોરીટી આપવામાં આવે છે.
કોઈ ખેડૂત ની અરજી ફાઇલ કરવામાં આવી નથીઃ અર્જુન મોઢવાડિયા
તેમજ જમીન માપણી થઈ અને તેની જે અરજીઓ થઈ તેને વિના મૂલ્યે કરી આપવામાં આવી છે. દ્વારકા અને જામનગરમાં જે અરજીઓ આવી હોય તેના નિકાલ માટે પણ કામગીરી આવતી હોય છે. કોઈ ખેડૂતની અરજી ફાઈલ કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ Bhavnagar : એકલા રહેતા યુવકની ઘરમાંથી મળી શંકાસ્પદ હાલતમાં લાશ