Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"Maple99" ના વધુ એક સોપાનની ગાંધીનગરમાં થશે શરૂઆત

અહેવાલ - પ્રદીપ કચિયા અમદાવાદ શહેરમાં રહેતા 4 મિત્રોએ સાથે મળીને "મેપલ 99"ની શરૂઆત લગભગ 9 વર્ષ પહેલા કરી હતી. TSA હોસ્પિટાલિટી દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં "મેપલ 99"ની શરૂઆત કરવામાં આવી હતી. જયારે હવે વધુ એક સોપાન ગાંધીનગરના ગિફ્ટ સીટી...
05:03 PM Dec 02, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદીપ કચિયા

અમદાવાદ શહેરમાં રહેતા 4 મિત્રોએ સાથે મળીને "મેપલ 99"ની શરૂઆત લગભગ 9 વર્ષ પહેલા કરી હતી. TSA હોસ્પિટાલિટી દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં "મેપલ 99"ની શરૂઆત કરવામાં આવી હતી. જયારે હવે વધુ એક સોપાન ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે કરવામાં આવી રહ્યું છે. ગીફ્ટ સીટી સૌને માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં ઇન્ટરનેશનલ કંપનીઓ પોતાની ઓફિસ સ્થાપિત કરી રહી છે. ત્યારે આજ ગિફ્ટ સિટી ની અંદર "મેપલ 99"ફૂડ કાઉન્ટીની શરૂઆત થશે જેમાં દેશના તમામ પ્રકારના ફૂડ ના સ્ટોલ જોવા મળી આવશે.

મેપલ 99 ફૂડ કાઉન્ટી આગામી સમયમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે પણ શરૂ થવા જઈ રહી છે. મેંપલ 99 ફૂડ કાઉન્ટીની અંદર 22 જેટલા અલગ અલગ પ્રકારના સ્ટોલ ઉપલબ્ધ થશે. જેમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન સહિતની અલગ અલગ પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે. મેપલ 99માં કિડ ઝોન તેમજ એક મિટિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવશે. જેની અંદર ઓફિસના લોકો અહીં આવીને પોતાની મીટીંગ પણ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે. ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે મેંપલ 99 ફૂટ કાઉન્ટી એટલા માટે શરુ કરવામાં આવી રહ્યું છે કે અહિયાંથી તેમને ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતાનું નામ મળશે.

મેપલ 99 ફૂડ કાઉન્ટીના કો ફાઉન્ડર તેજસ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરના ગિફટ સીટી ખાતે ઇન્ટરનેશલ કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેન્ડર અને તેમની ઓફિસો અહીંયા સ્થાપિત છે અને અમે જયારે મેપલ 99ની શરૂઆત કરી ત્યારે જ નક્કી કર્યું હતું કે આપણે આપણા આ ફૂડ કાઉન્ટીને ઈન્ટરનેશલ લેવલે લઈને જવું છે. સાથે સારામાં સારા ફૂડ બનાવનાર લોકો અહીંયા આવશે અને તેઓ સ્ટોલ ચાલુ કરશે. ગાંધીનગરના આ ફૂડ કાઉન્ટીમાં કુલ 22 જેટલા ફૂડ કાઉન્ટી હશે અને સાથે ભારત અને ભારત બહારની પણ વાનગીઓ સર્વ કરવામાં આવશે.

ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે શરૂ થતા મેપલ 99 ફૂડ કાઉન્ટીમાં આવનારા લોકો માટે એક મિટિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે કે જ્યાં લંચ, ડિનર અને નાસ્તાની સાથે પોતાનું કામ કરી શકે. આ સાથે બાળકો માટે એક અલગથી પ્લે એરિયા પણ બનાવવામાં આવશે કે જેમાં બાળકો આનંદ અને મનોરંજન માણી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ પણ વાંચો - ગુજરાતીઓ ફરી તૈયાર રહેજો…! હવામાન વિભાગે એકવાર ફરી કરી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GandhinagarGandhinagar NewsGiftCityGujarat FirstMaple 99Maple99
Next Article