Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TPO મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો આવ્યો સામે

મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સાગઠીયાની એક બાદ એક મિલકતો આવી રહી છે સામે રાજકોટના રીંગ રોડ પર ટ્વિન્સ સ્ટારમાં ખરીદી ઓફિસ ભાઇના નામે ખરીદી કરી પોતાના નામે કુલમુખત્યાર નામુ કરાવતો મનપાની નોટિસ છતાં ઓફિસ ખોલી નાખવામાં આવી...
tpo મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો આવ્યો સામે
  • મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો
  • સાગઠીયાની એક બાદ એક મિલકતો આવી રહી છે સામે
  • રાજકોટના રીંગ રોડ પર ટ્વિન્સ સ્ટારમાં ખરીદી ઓફિસ
  • ભાઇના નામે ખરીદી કરી પોતાના નામે કુલમુખત્યાર નામુ કરાવતો
  • મનપાની નોટિસ છતાં ઓફિસ ખોલી નાખવામાં આવી

મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારના મામલામાં હવે વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે. મહાભ્રષ્ટ મનુસખની એક બાદ એક મિલકતો સામે આવી રહી છે. હવે નવા પુરાવા એવા સામે આવી રહ્યા છે કે, તેમણે રાજકોટના રીંગ રોડ પર ટ્વિન્સ સ્ટારમાં પોતાની ઓફિસ ખરીદી હતી. મળતી માહિતી અનુસાર, ભાઈના નામે ખરીદી કરીને પોતાના નામે કુલમુખત્યાર નામુ કરાવતો હતો આ મહાભ્રષ્ટ મનુસખ. ઉલ્લેખનીય છે કે,  75 હજારના પગારદાર TPO ની ઘણી સંપતિનો ખુલાસો થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

Advertisement

TPO નું નવું કારસ્તાન

દિવસેને દિવસે મનસુખ સાગઠિયાના નવા નવા કારસ્તાન સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળતી માહિતીના અનુસાર, તેને રાજકોટના રીંગ રોડ પર ટ્વિન્સ સ્ટારમાં ઓફિસ ખરીદી હતી. હવે પ્રશ્ન એ આવે છે કે, માત્ર 75 હજારનો પગારદાર કેવી રીતે આટલી મોંધી સંપતિ પોતે ખરીદી શકે છે. વધુમાં એ પણ માહિતી મળી છે કે,  તે ભાઇના નામે ખરીદી કરી પોતાના નામે કુલમુખત્યાર નામુ કરાવતો હતો. વધુમાં આ ઓફિસ મનપાની નોટિસ છતાં ખોલી નાખવામા આવી હતી, તેવી વિગત પણ હવે મળી રહી છે.

TPO એ ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો હતો

Advertisement

TPO સાગઠીયાએ હાઉસિંગ ક્વાર્ટ્સમાં ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો હતો. આ મહાભ્રષ્ટએ નિયમોની ઐસીતૈસી કરીને 150 વારનો બંગલો ચણી નાખ્યાનો ખુલાસો થયો હતો.  TPO એ શિવશક્તિ કોલોની રુરલ હાઉસિંગ ક્વાર્ટઝમાં પાંચ માળીય ભ્રષ્ટાચારનો ટાવર ચણી નાખ્યો હતો. વધુમાં આ બાબત અંગે વધુ એક ખુલાસો થયો હતો કે, પાડોશીઓના મકાનમાં તોડફોડ કરી આ બંગલો બનાવાયો હતો. બંગલાના નિર્માણમાં આ TDO એ પાડોશીના પતરાં તોડ્યા હતા અને જેના કારણે આજુબાજુના મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. ભ્રષ્ટાચારના પૈસા અને સત્તાની ધોંસ બતાવી સાગઠીયાએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. TPO એ પાંચ માળનું બિલ્ડિંગ બનાવ્યું પણ 3-3 મીટરનું માર્જિન છોડવાનો નિયમ અવગણ્યો હતો.

આ પણ વાંચો : AHMEDABAD : નિકોલમાં ફરવા નીકળેલા પરિવારને કારે મારી જોરદાર ટક્કર, જુઓ આ ભયાવહ CCTV ફૂટેજ

Advertisement

Tags :
Advertisement

.