Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NIDJAM 2024 માં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીની વધુ એક દીકરીને મેડલ

NIDJAM 2024 : ગુજરાતમાં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમી (Nadiad Sports Academy) ની 2 દીકરીઓને મેડલ મળ્યા છે. જેમાં આજે દ્વારકા જિલ્લાની રુપમોરા ગામની દીકરી સોલંકી રમીલા (Solanki Ramila) ને સિલ્વર મેડલ મળ્યો છે. આ દીકરી હાલ નડીયાદ સ્પોર્ટ્સ એકેડેમી (Nadiad Sports...
nidjam 2024 માં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીની વધુ એક દીકરીને મેડલ

NIDJAM 2024 : ગુજરાતમાં નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમી (Nadiad Sports Academy) ની 2 દીકરીઓને મેડલ મળ્યા છે. જેમાં આજે દ્વારકા જિલ્લાની રુપમોરા ગામની દીકરી સોલંકી રમીલા (Solanki Ramila) ને સિલ્વર મેડલ મળ્યો છે. આ દીકરી હાલ નડીયાદ સ્પોર્ટ્સ એકેડેમી (Nadiad Sports Academy) માં ટ્રેનીંગ લઇ રહી છે. આ દીકરી ખુબ સામાન્ય પરિવારમાંથી આવે છે. હાલ 1 વર્ષથી આ દીકરી નડિયાદમાં ટ્રેનિંગ (training in Nadiad) લઇ રહી છે. આના પહેલા તે 4 વર્ષ પોરબંદર ડી એલ એસ એસ ખાતે ટ્રેનિંગ લઇ રહી હતી. અને આ સાથે જ તેણે ગત વર્ષે બિહારના પટનામાં પણ NIDJAM 2023 માં ભાગ લીધો હતો.

Advertisement

NIDJAM 2023 પટના ખાતે તે ટોપ 10 માં જોવા મળી હતી. અને ત્યાર બાદ હવે તેણે ખુબ મહેનત કર્યા બાદ અને મેદાનમાં પરસેવો પાડીને NIDJAM 2024 ગુજરાતમાં જ સીલ્વર મેડલ મેળવ્યો છે. આ દીકરી ખુબ જ એક્ટિવલી બધી જ ઇવેન્ટમાં ભાગ લે છે. અને આજે સિલ્વર મેડલ (Silver Medal) મેળવીને ખુબ જ ખુશ છે પરંતુ હજી પણ તે આગળ વધારે જવા માંગે છે. અને ઓલમ્પિક લેવલ સુધી પહોંચવા માંગે છે. આ દીકરી હવે આ NIDJAM 2024 માં સિલ્વર મેડલ (Silver Medal) મેળવ્યા પછી હવે બીજી નેશનલ લીગ માટે અત્યારથી જ તૈયારી કરવા લાગી છે.

Advertisement

અહેવાલ - મૈત્રી મકવાણા

આ પણ વાંચો - NIDJAM 2024 : વેંકટા શ્રી શરન્યા સરનુએ ટ્રાયથ્લોન બી ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો

Advertisement

આ પણ વાંચો - NIDJAM 2024 : વેંકટા શ્રી શરન્યા સરનુએ ટ્રાયથ્લોન બી ગ્રુપમાં સિલ્વર મેડલ મેળવ્યો

આ પણ વાંચો - NIDJAM 2024 માં આજે ગુજરાતનો દિવસ, આવતીકાલે અન્ય કેટેગરીની ફાઈનલ યોજાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.