Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તોડકાંડમાં યુવરાજસિંહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાશે, AAP પાર્ટી આવેદનપત્ર આપશે

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. ત્યારે તોડકાંડમાં યુવરાજસિંહ પર વધુ એક ફરિયાદ...
11:13 AM Apr 24, 2023 IST | Hardik Shah

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. ત્યારે તોડકાંડમાં યુવરાજસિંહ પર વધુ એક ફરિયાદ નોંધાય ટેકી શક્યતા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે યુવરાજસિંહ વિરૂદ્ધ અપહરણ કરી ડમી વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તેવી શક્યતા છે. જો કે હાલતો યુવરાજસિંહ પોલીસ રિમાન્ડ પર છે.

ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ AAPના કાર્યકર છે અને તેમના બચાવમાં આવેદનપત્ર આપવામાં આવશે. યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે.

ઇસુદાન ગઢવીએ યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા

તોડકાંડ અને ડમીકાંડ મામલે મીડિયા સમક્ષ વાત કરતા AAPના નેતા ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, પુરાવા એકઠા કરવાનું કામ યુવરાજસિંહનું નથી. અહીં સવાલ એ થાય છે કે જે ડમીકાંડ બહાર લાવે છે તેમને જ કેમ ફસાવવામાં આવે છે. યુવરાજસિંહે ડમીકાંડ બહાર પાડ્યું છે. તો તેના પર ઉડી તપાસ થવી જોઇએ નહિ કે નામ કાંડ ઉજાગર કરનારને જ ફસાવવામાં આવે.

આ પણ વવાંચો : ડમીકાંડમાં 6 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AAPdummy scamGujaratIsudan GadhaviYuvrajsinh Jadeja
Next Article