Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે બળાપો!

ભાજપના વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે બળાપો વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની બાબુઓ સામે રાવ સામાન્ય સભામાં જીતુ સોમાણીએ સામે ઉઠાવ્યા સવાલ અધિકારીઓ ધારાસભ્યનું નથી સાંભળતા: જીતુ સોમાણી "MLAનું ન સાંભળતા હોય તો જનતાનું કયાથી સાંભળવાના?" રસ્તાના કામમાં મોટા પાયે...
05:41 PM Jul 03, 2024 IST | Harsh Bhatt

ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણા ભાજપના નેતાઓ લેટરના માધ્યમથી અધિકારીઓ સામે પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે.હવે ભાજપના વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે બળાપો જોવા મળ્યો છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ (Jitu Somani) સરકારી અધિકારીઓના ઉપર પ્રશ્ન ઉઠાવ્યા છે.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

મોરબી જિલ્લાના વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ (Jitu Somani) હવે અધિકારીઓ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારસભ્ય જીતુ સોમાણીએ સટાસટી બોલાવી છે.જીતુ ભાઈએ આ સભામાં અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, "અધિકારીઓ MLAનું ન સાંભળતા હોય તો જનતાનું કયાથી સાંભળવાના?" જીતુ સોમાણીએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે.તેમણે આ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યું હતું કે, વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણી એ કહ્યું "અધિકારીઓ એમને પણ જવાબ નથી આપતા તો અમે અહી મંજીરા વગાડવા નથી આવ્યા,ઘણા બધા વહીવટ થાય છે નથી થતા એવું નથી અમને બધી ખબર છે"

તેમણે વધુમાં આ અધિકારોઓ સામે પ્રશ્ન ઉઠાવતા વધુમાં કહ્યું હતું કે, ' અધિકારીઓ એક વાતને ખાસ યાદ રાખે કે તેઓ પ્રજાના સેવક છે. લોકો પોતે ટેક્સ ચૂકવે છે, જેમાંથી પૈસા તમને મળે છે. અધિકારીઓ નાના માણસો ઉપર ધ્યાન આપે કેમ કે અમીર લોકો તો ટેબલ ઉપર પૈસા મૂકીને પોતાનું કામ કરાવી લેવાના છે.

આ પણ વાંચો : GONDAL : શૂરા ઓફિસરનું સુરસુરિયું, ત્રણ દુકાનનું સીલ કલાકોમાં ખોલવું પડ્યુ

આ પણ વાંચો : શિક્ષકોની ભરતીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર; 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી

Tags :
adhikariBHAJAP MLAGujarat FirstJitu Somanimorbirevolted against the officialsVANKANER MLA
Next Article