Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ભોળી જનતાને લૂંટતો વધુ એક વહીવટદાર ઝડપાયો, માંગી હતી 42,500 ની લાંચ

વધુ એક લાંચિયો અધિકારી એસીબીના છટકામાં ભેરવાયો વહીવટદારે માંગી હતી 42,500 ની લાંચ વહીવટદાર સંજય પોપટ પટેલ એસીબીના છટકામાં ભેરવાયો Surat: રાજ્યમાં અત્યારે ભ્રષ્ટાચારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એક અધિકારી લાખોની લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે...
surat  ભોળી જનતાને લૂંટતો વધુ એક વહીવટદાર ઝડપાયો  માંગી હતી 42 500 ની લાંચ
  1. વધુ એક લાંચિયો અધિકારી એસીબીના છટકામાં ભેરવાયો
  2. વહીવટદારે માંગી હતી 42,500 ની લાંચ
  3. વહીવટદાર સંજય પોપટ પટેલ એસીબીના છટકામાં ભેરવાયો

Surat: રાજ્યમાં અત્યારે ભ્રષ્ટાચારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એક અધિકારી લાખોની લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું. તે અધિકારીના ઘર તપાસ કરવામાં આવે તો, રૂપિયા 73 લાખ રોકડા અને 4.5 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ દરમિયાન સુરત (Surat)માં પણ વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. વધુ એક લાંચિયો અધિકારી એસીબીના છટકામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: હવે લાંચ લીધી તો ગયા સમજો! આવી રહ્યું છે નવું બીલ?

સંજય પોપટ પટેલ એસીબીના છટકામાં ભેરવાયો

વિગતે વાત કરવામાં આવે તો, સુરત (Surat) જિલ્લાના માંડવીના વદેશીયા ગ્રામ પંચાયતનો વહીવટદાર એસીબીના છટકામાં ભેરવાયો છે. મળતી વિગતો પ્રમાણે સંજય પોપટ પટેલ એસીબીના છટકામાં ભેરવાયો છે. નોંધનીય છે કે, ગ્રામ પંચાયત હેઠળના સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. નોંધનીય છે કે, કામો પૂર્ણ થતાં ફરિયાદીના ખાતામાં પૈસા જમા થયા હતા. જેમાં આ વહીવટદારે કમિશન પેટે 42,500 ની લાંચ માંગી હતી. જો કે, આખરે તેની  35,000 રૂપિયામાં પતાવટ થઈ હતી.

Advertisement

આ પણ વાંચો: Gujarat High Court : જોખમી હોર્ડિગ્સ મુદ્દે AMC નું સોગંદનામું, કહ્યું- 12 જોખમી હોર્ડિગ્સ ધ્યાને આવતા...

Advertisement

વહીવટદારે 42,500 રૂપિયાની લાંચ માંગી હતી

નોંધનીય છે કે, વહીવટદારે 42,500 રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ આખરે 35,000 રૂપિયામાં પતાવટ થઈ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી લાનચિયાને ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે. જેથી અત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાધ કરી દેવામાં આવી છે. સ્વાભાવિક છે કે, રાજ્યમાં ભોળી પ્રજા પાસેથી આવા ભ્રષ્ટ અધિકારીઓ પૈસા પડાવી કામ કરતા હોય છે. જો કે, અત્યારે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. અત્યારે સુરતના માંડવીમાં એક બીજો અધિકારી રંગેહાથે ઝડપાયો છે.

આ પણ વાંચો: Gujarat Police : PSI અને PI બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

Tags :
Advertisement

.