Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ankleshwar: દિવાળીના તહેવાર દરમિયાન લુખ્ખા તત્વોનો આતંક, ખુલ્લેઆમ હથિયારો સાથે કર્યું પ્રદર્શન

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન (Ankleshwar GIDC Police Station)ની સીમામાં લુખ્ખા તત્વોએ ખુલ્લા હથિયારો સાથે પ્રદર્શન કરીને આતંક ફેલાવી લોકોમાં ડર ઉભો કર્યો છે.
ankleshwar  દિવાળીના તહેવાર દરમિયાન લુખ્ખા તત્વોનો આતંક  ખુલ્લેઆમ હથિયારો સાથે કર્યું પ્રદર્શન
  1. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક
  2. સોસાયટીમાં લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ હથિયારો લઈને પ્રદર્શન કર્યું
  3. વીડિયો દિવાળીના બીજા દિવસનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું

Ankleshwar: દિવાળીના તહેવારના આનંદ વચ્ચે અંકલેશ્વર (Ankleshwar)માં શાંતિનો ભંગ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશન (Ankleshwar GIDC Police Station)ની સીમામાં લુખ્ખા તત્વોએ ખુલ્લા હથિયારો સાથે પ્રદર્શન કરીને આતંક ફેલાવી લોકોમાં ડર ઉભો કર્યો છે. એક વીડિયો અત્યારે વાયરલ થયો છે જેમાં લુખ્ખા તત્વોના હાથમાં બંદૂક, તલવાર, ધારિયા, લાકડા અને લોખંડની પાઇપના સપાટાઓ લઈને ખુલ્લેઆમ પ્રદર્શન કરી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળ્યું.

Advertisement

આ પણ વાંચો: નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે નકલી પોલીસ! વાહન રોકી પૂછપરછ કરતો વીડિયો વાયરલ

દિવાળીના બીજા જ દિવસે લુખ્ખા તત્વોનો આતંક

અંકલેશ્વર (Ankleshwar)ની આત્મીય રેસીડેન્સી સોસાયટીમાં કેટલાક લુખ્ખા તત્વો ખુલ્લેઆમ હથિયારો સાથે પ્રવેશી ગયા છે. તેમના હાથમાં બંદૂક, તલવાર, ધારિયા લાકડા અને લોખંડની પાઈપમાં સપાટાઓ લઈને આ લુખ્ખા તત્વોનું પ્રદર્શન કરવું કોઈ અઘટિત ઘટનાને નોતરૂ આપી શકે છે. આ ઘટના દિવાળીના બીજા દિવસે સર્જાઈ છે અને સ્થાનિક લોકોમાં આ બાબતે ચિંતાનો માહોલ છે. પોલીસ તરફથી કોઈ જ કડક પગલા ના લેવાતા જોઇને લુખ્ખા તત્વોએ હિંસા અને ડરનું વાતાવરણ સર્જવા શરૂ કર્યું છે.

Advertisement

આ પણ વાંચો: Ambardi Safari Park ની મજા માણવા ઉમટ્યું મહેરામણ, આ સેલ્ફી પોઈન્ટ છે આકર્ષણનું કેન્દ્ર

આ મામલે પોલીસ કાર્યવાહી કરે તે સ્થાનિકોએ માંગ કરી

આવી લુખ્ખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે. સ્થાનિક જનતા હવે પોલીસની કામગીરીને લઈ પ્રશ્ન ઉઠાવી રહી છે અને આવી ઘટનાઓમાં વધારો થવાને લઈને ચિંતિત છે. જાહેર સ્થળો પર હથિયારો સાથે નીકળવું એ માત્ર કાયદાનો ભંગ નથી, પણ તે લોકજીવનને પણ જોખમમાં મૂકી શકે છે. હવે સૌ લોકોએ માંગણી કરી છે કે, પોલીસ આ મામલામાં કડક પગલાં લેશે અને સામાન્ય જનતાને સુરક્ષા આપે. બાકી આવી રીતે જો લુખ્ખા તત્વો આતંક મચાવતા રહેશે તો સામાન્ય લોકો રાત્રે સુરક્ષિત નહીં ફરી શકે.

Advertisement

આ પણ વાંચો: Amreli : હૈયું કંપાવતી ઘટના! એક જ પરિવારનાં ચાર માસૂમ બાળક કારમાં બેઠા અને પછી..!

Tags :
Advertisement

.