Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ganesh visarjan દરમિયાન ધોરાજીની ભાદર નદીમાં ડૂબ્યો યુવક

ધોરાજીમાં ગણેશ વિસર્જન દરમિયાન યુવક ડૂબ્યો ભાદર નદીમાં પગ લપસતા યુવક ડૂબ્યો સ્થાનિકોએ યુવાનને બહાર કાઢ્યો Rajkot Ganesh visarjan : હાલમાં દેશભર સહિત ગુજરાત રાજ્યમાં પણ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. તેના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું વિવિધ સ્થળે આયોજન કરવામાં...
ganesh visarjan દરમિયાન ધોરાજીની ભાદર નદીમાં ડૂબ્યો યુવક
  • ધોરાજીમાં ગણેશ વિસર્જન દરમિયાન યુવક ડૂબ્યો

  • ભાદર નદીમાં પગ લપસતા યુવક ડૂબ્યો

  • સ્થાનિકોએ યુવાનને બહાર કાઢ્યો

Rajkot Ganesh visarjan : હાલમાં દેશભર સહિત ગુજરાત રાજ્યમાં પણ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. તેના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું વિવિધ સ્થળે આયોજન કરવામાં આવે છે. ત્યારે ગણેશ સ્થાપનાથી લઈ ગણેશ વિસર્જન સુધી ભાવિ ભક્તો ગણેશ ભગવાનની સેવામાં મંત્રમુગ્ધ થતા હોય છે. પરંતુ અમુકવાર આ ભક્તિમાં ભક્તો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટના ધોરાજીમાંથી સામે આવી છે.

Advertisement

યુવક નદીના પ્રવાહની ધારાઓમાં વહેવા લાગ્યો હતો

તાજેતરમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભાદર નદીમાં એક અકસ્માત સર્જાયો છે. ભાદર નદીમાં એક યુવક ગણેશ વિસર્જન માટે ગયો હતો. ત્યારે ભાદર નદીના કાંઠે પગ લપસી ગયો હતો. ત્યારે યુવક નદીના પ્રવાહની ધારાઓમાં વહેવા લાગ્યો હતો. અંતે આ ભાદર નદીના પાણી આ યુવક ડૂબી ગયો હતો. જોકે જે યુવક ડૂબ્યો તેનું નામ હિરેન ભાસ્કર હતું.

Advertisement

આ પણ વાંચો: Ganesh visarjan ના સમયે પાટણની નદીમાં એક જ પરિવારના 7 સભ્યો ડૂબ્યા

પાણી ડૂબી જવાથી ઘટનાસ્થળ પર મોત નિપજ્યું

જોકે સ્થાનિક યુવાનો દ્વારા હિરેનને નદીમાંથી હેમખેમ રીતે બહાર નીકાળવામાં આવ્યો હતો. પરંતુ પાણી ડૂબી જવાથી ઘટનાસ્થળ પર હિરેનનું મોત નિપજ્યું હતું. હાલમાં, ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. તે ઉપરાંત ઘટનાસ્થળ ડેપ્યટી ક્લેક્ટર અને મામલતદાર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: દારૂબંધી છે કે નહી? ગૃહ વિભાગે દારૂબંધીના નિયમો હળવા કર્યા!

Tags :
Advertisement

.